આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જ્યારે જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે કોઈને કોઈ ઘટનના કારણે સમાચારમાં આવી જાય છે. આજે તેઓ વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરવાના છે ત્યારે એરપોર્ટ પરથી બહાર નીકળતા જ બહાર ઊભા રહેલા લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જે પછી કેજરીવાલે મીડિયા સાથે વાત કર્યા વિના સીધા જ રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો : નિશાના પર ગુજરાત, લાભ થશે પંજાબમાં, શું છે ‘આપ’નો નવો દાવ
જો કે વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં સમા-સાવલી રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટમાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરવાના છે. આ માટે તેઓ આજે બપોરે દિલ્હીથી વડોદરા પહોંચ્યા હતા. શ્રી શ્રી રવિશંકર પણ આજે વડોદરા આવી રહ્યા છે એવામાં તેમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા. જેવા કેજરીવાલ એરપોર્ટથી બહાર નીકળે છે શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓએ ત્યાં જ મોદી-મોદીના નારા લગાવી અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો.
વડોદરા : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે લાગ્યા Modi-Modi ના નારા@AAPGujarat @BJP4Gujarat #Vadodara #AamAadmiParty #AAP #NarendraModiji #PMModi #GujaratElections2022 #Gujaratgovernment #bhupendrapatel #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/zji7Fi33sv
— Hum Dekhenge News (@humdekhengenews) September 20, 2022
ખાસ નોંધનીય છે કે, આ કોઈ પણ પ્રકારના કોઈ પણ પાર્ટીના સભ્યો ન હતા છતાં પણ સ્થાનિક લોકો દ્વારા જ વડોદરામાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે કેજરીવાલ આજે વડોદરા ખાતે પેરેંટ્સ અને ટીચર્સ સાથે મિટિંગ કરશે, આ બાદ તે કોઈ મોટી ગેરંટીની જાહેરાત પણ કરી શકે છે.
મનીષ સિસોદિયા આવશે ગુજરાત
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તે અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.