પંજાબના જલંધર બસ સ્ટેન્ડ પર મહિલોઓની ધમાલ, દારૂ પીને મચાવ્યો હંગામો


- નશામાં ધૂત બે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી ધમાલનો વીડિયો વાયરલ
- બંને મહિલાઓ નેપાળની રહેવાસી અને જલંધરમાં એક ઘરમાં રસોઈયા તરીકે કામ કરે છે : સિક્યોરિટી ઈન્ચાર્જ
જલંધર, 10 જાન્યુઆરી : પંજાબના જલંધરમાં બસ સ્ટેન્ડ પર નશામાં ધૂત બે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. નશામાં ધૂત બે મહિલાઓ દ્વારા બસ સ્ટેન્ડ પર કરવામાં આવેલી ધમાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બસ સ્ટેન્ડ પ્રાઈવેટ સિક્યોરિટીના લેડી ઈન્ચાર્જે બનાવ અંગે જણાવતા કહ્યું હતું કે, બંને મહિલાઓ દારૂના નશામાં હતા. તેઓ ક્યાંના છે તે જાણી શકાયું નથી, પરંતુ બંને સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓ નેપાળના રહેવાસી હોઈ શકે છે અને જલંધરમાં એક ઘરમાં રસોઈયા તરીકે કામ કરતા હતા.
આ સમગ્ર મામલો શું છે?
જલંધર બસ સ્ટેન્ડ પર નશામાં ધૂત બે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. એક મહિલાની સાથે એક બાળક હતું અને બીજી મહિલા એટલી નશામાં હતી કે તે બેભાન થઈ ગઈ હતી અને લાંબા સમય સુધી બસ સ્ટેન્ડના ફ્લોર પર પડી રહી હતી. જે બાદ એક મહિલાએ તેના ફોન પરથી તેની બહેનને ફોન કર્યો અને તે બંને મહિલાઓને ઘરે લઈ ગઈ. બનાવ અંગે બસ સ્ટેન્ડના સિક્યોરિટી ઈન્ચાર્જ કુલવિંદર કૌરે કહ્યું હતું કે, આ મહિલાઓએ ખૂબ જ દારૂ પીધો હતો અને એવું લાગી રહ્યું હતું કે તેઓ લાંબા સમય સુધી દારૂ પીધા પછી આવી હતી.
આ બંને મહિલાઓ બપોરથી બસ સ્ટેન્ડ ઉપર હંગામો મચાવી રહ્યા હતા. લોકોનું એમ પણ કહેવું છે કે, આ પહેલા પણ આ મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળી હતી, જો કે લડાઈનું કારણ શું હતું તે કોઈને ખબર નથી, પરંતુ બસ સ્ટેન્ડ પર બધા જ તેમનો શો જોઈ રહ્યા હતા.
આ પણ જુઓ :વિમાનનો દરવાજો હવામાં અધવચ્ચે ખૂલી જવા અંગે બોઇંગે ભૂલ સ્વીકારી