ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીના હસ્તે અંબાજીને શ્રેષ્ઠ યાત્રાધામનો એશિયા બિગેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો

Text To Speech

અંબાજીઃ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મહત્વના યોગદાન બદલ એવોર્ડ અપાયો
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટૂરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોનાકાળમાં આપેલી સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા માટે ગૌરવની વાત
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

Back to top button