ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડવીડિયો સ્ટોરી

સોશિયલ મીડિયાની ચરમસીમા, હવે કૂતરાઓ પણ બનવા લાગ્યા ઈન્ફ્લુએન્સર! જુઓ વીડિયો

  • ઈન્ફ્લુએન્સર કૂતરો સોશિયલ મીડિયા માટે વિચિત્ર અને રમુજી ડાન્સ પરફોર્મ કરીને સ્ટાર બની ગયો 

HD ન્યૂઝ ડેસ્ક, 29 જૂન: સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોક ઘણા લોકોને સ્ટાર બનાવી દે છે અને તેમાંથી સૌથી સક્ષમ અને ભાગ્યશાળી લોકોએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ હાંસલ કરે છે. સોશિયલ મીડિયાના કારણે જ ઈન્ફ્લુએન્સરનો ઉદભવ થયો અને ધીમે ધીમે તે લોકોનું વાસ્તવિક કામ પણ બની ગયું જેનું સપનું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જુએ છે. ત્યારે આ જમાનામાં કોણે કહ્યું કે માત્ર લોકો જ સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર અને પ્રખ્યાત બની શકે છે? હવે એવા ઘણા એકાઉન્ટ્સ છે જે સંપૂર્ણપણે પ્રાણીઓને સમર્પિત છે જેમને પ્રેમ અને પ્રશંસા કરવામાં આવે છે જાણે કે તેઓ વાસ્તવિક મૂર્તિઓ હોય. હાલ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઈન્ફ્લુએન્સર કૂતરો જાતે પોતાનો વીડિયો બનાવતો જોવા મળે છે.

જુઓ આ ઈન્ફ્લુએન્સર કૂતરાનો વીડિયો 

 

પ્રાણીઓમાં ખાસ કરીને કૂતરા અને બિલાડીઓ જેવા પાળતુ પ્રાણીઓ, સોશિયલ મીડિયાના આગમન પહેલા પણ હંમેશા સારા ફોટા અને વીડિયો માટે  મહાન નાયક રહ્યા છે. ત્યારે હાલ એક કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો સોશિયલ મીડિયા સ્ટાર તરીકે પોતાની જાતને રજૂ કરે છે અને એક ઈન્ફ્લુએન્સરની જેમ જાતે પોતાના ફોનનો કેમેરો સેટ કરીને વીડિયો શરૂ કરે છે અને વીડિયો શરૂ થતાં સામાન્ય માણસની જેમ બેલે ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો આ કૂતરાને ખૂબ જ પ્રતિભાશાળી ગણાવી રહ્યા છે.

કૂતરો ડાન્સ કરીને તરત જ વાયરલ થઈ ગયો 

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર લોકોના વીડિયો જોવા મળે છે કે જેઓ તેમના પાલતુ પ્રાણીઓને રમુજી અથવા અજીબો-ગરીબ પરિસ્થિતિમાં ફિલ્માવતા હોય, આવા વીડિયો ફક્ત એ દર્શાવે છે કે તેમનો દિવસ કેવો ચાલે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થયેલો આ કૂતરો એક વીડિયોનો હીરો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સુંદર નાનો કૂતરો વાસ્તવિક ઈન્ફ્લુએન્સરની જેમ વર્તે છે: તે એક વિચિત્ર અને રમુજી નૃત્ય સાથે વીડિયોની શરૂઆત પ્રારંભ કરે છે, જેણે ક્યારેય સોશિયલ મીડિયા પર લાઈક્સ અને શેર મળ્યા નથી અને આ વીડિયો બાદ તે  થોડા જ સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની જાય છે.

આ પણ જુઓ: દિલ્હીના રસ્તાઓ પર બીજેપી નેતાએ ચલાવી બોટ! પાણી ભરાવા સામે અનોખો વિરોધ, જુઓ વીડિયો

Back to top button