ઉનાળુ સિઝનના અંતે જ છીનવાઈ શકે છે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો, જાણો શું કહે છે અંબાલાલ
આમ તો ઉનાળાની સિઝન પુરી થવાના આરે જ છે તે પહેલાં ફરી એક વાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. મે મહિનાના અંતમાં જ તારીખ 24 થી 28 વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે. આ તારીખોમાં દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
ખેડૂતોના પાકને માવઠુ કરી શકે છે મોટું નુકશાન
મે મહિનો એટલે ઉનાળુ પાકનો છેલ્લો મહિનો. જ્યારે પાક તૈયાર થઈ જ ગયો હોય ને ત્યારે જ જો માવઠૂ થાય તો ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખેડૂતો એ તેમનો ઉનાળુ પાક જલ્દીથી લઈ લેવો જોઈ એ નહીતર મોટું નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે.
ક્યાં ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની આગાહી પ્રમાણે તારીખ 24 થી 30 મે માં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તેની સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટનાં દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પડવાની આગાહી છે. તેમણે કહ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.
આ પણ વાંચો : કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી, ગરદન પકડીને ખેંચીને લઈ ગઈ પોલીસ