આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારો

63 વર્ષની ઉંમરે આ દાદીમા તૈયાર છે માતા બનવા? જાણો મજાની સ્ટોરી

Text To Speech

HD ન્યુઝ, 30 જુલાઈ, 37 વર્ષનો વય તફાવત હોવા છતાં, આ દંપતીએ માત્ર તેમના બાકીના જીવન માટે સાથે રહેવાનું વચન આપ્યું નથી. હકીકતમાં હવે તેઓ એક બાળકના માતા-પિતા પણ બનવા જઈ રહ્યા છે. 63 વર્ષની ચેરિલે તેના 26 વર્ષના પતિ કુરાન મેકકેન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જાહેરાત કરી છે કે તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. અમેરિકામાં રહેતા આ કપલનું પોતાનું કુટુંબ શરૂ કરવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તેમનો આ વીડિયો જોયા પછી લોકો તેમની પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

આ કપલનું પોતાનું કુટુંબ શરૂ કરવાનું સપનું હવે પૂરું થવાનું છે. એક 63 વર્ષની મહિલાએ તેના પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. તેના પતિની ઉંમર માત્ર 26 વર્ષ છે. બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે. ચેરીલેપોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ પણ શેર કરીને કહ્યું કે, લગભગ એક અઠવાડિયા પહેલા જ તેની સરોગેટ પ્રેગ્નન્સી થઈ હતી. આ દપંતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમનો એક વીડિયો શેર કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે આ દંપતીએ તેમના બાળકના ધબકારા સાંભળ્યા છે. તે સરોગેટને ચેકઅપ માટે ડોક્ટર પાસે લઈ ગયો.

 ચેરીલ કહે છે. તેનો પતિ સ્કેનનાં ચિત્રો બતાવે છે. તે કહે છે, ‘હું રાહ જોઈ શકતો નથી. હું બહુ ખુશ છું. હું પિતા બનવાનો છું. આખરે અમારું પોતાનું એક કુટુંબ હશે. આ ખરેખર હવે થવાનું છે. અમે અમારું કુટુંબ શરૂ કરી રહ્યા છીએ.  ‘અમે ખૂબ જ ઉત્સુક છીએ,’ વિડ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં યુઝર્સ અલગ અલગ પ્રિતિક્રિય આપી રહ્યા છે. જો કે કેટલાક લોકો આ કપલને અભિનંદન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમને ખૂબ ખૂબ અભિનંદન. લોકો શું કહે છે તેનાથી કોઈને ફરક પડતો નથી! તેમની પાસે બાળક આપવા માટે ખૂબ પ્રેમ છે! એવા પણ લોકો છે, જેઓ તેમના બાળકોની કોઈ પરવા પણ કરતાં. હું આ દપંતી માટે ખુશ છું!’

આ પણ વાંચો..પાકિસ્તાની એર હોસ્ટેસ વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ, ચલણ એવી જગ્યાએ સંતાડ્યું કે કોઈ શંકા પણ ન કરી શકે

Back to top button