ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડેને મોટી સફળતા, પાકિસ્તાનની બોટમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

Text To Speech

ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ ઝડપાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડને અરબી સમુદ્ર કિનારે પાકિસ્તાનની બોટમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે એટીએસને મળેલી બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે.

50 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાની ઝડપાયા

પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતના દરિયાઇ સીમામાં આવતું હોવાની માહિતી મળી હતી જેના આધારે ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ ઘ્વારા આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અલ સાકાર નામની બોટમાં જેમાં 50 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સ ગુજરાત આવી રહ્યા હતા તે પહેલાં જ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે તેને મધદરિયે રોકી તેના કબ્જે કર્યું છે. આ 6 લોકો ગુજરાતના 90 વર્ટિકલ માઇલમાં કોઇપણ જગ્યાએ ગુજરાતના જે રિસીવરો હતા તેને ડિલિવરી આપવાના હતા તે પહેલા ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યા હતા

મધ દરિયે મોડી રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યુ

મહત્ત્વની વાત છે કે ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી અને તેના આધારે મધ દરિયે મોડી રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. આ બોટમાંથી પકડાયેલ 6 પાકિસ્તાની નાગરિકને કેદમાં લેવામાં આવ્યા છે જે બાદ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ આ બોટ ક્યાંથી આવી, હેરોઇન કોણે મોકલાવ્યુ અને કોની સંડોવણી છે, તે તમામ મુદ્દે પુછતાછ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:જામનગરમાંથી ઝડપાયું 10 કિલો MD ડ્રગ્સ, એકની ધરપકડ

Back to top button