લો બોલો! હવે ભગવાન સાથે પણ દગો, દાનપેટીમાંથી 100 કરોડનો ચેક મળ્યો, બેંકમાં જમા કરાવતા જ હોંશ ઉડી ગયા
- ભગવાન સાથે પણ દગો
- મંદિરની દાનપેટીમાં 100 કરોડનો ચેક નાખી ગયો
- ખાતામાં મળ્યાં ફક્ત 17 રૂપિયા
દક્ષિણ ભારતના મંદિરોમાં ભારે દાનના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પણ અમુક એવા ભક્તો પણ હોય છે. જેઓ ભગવાન સાથે જ મજાક કે પછી દગો કરી જતા હોય છે. ત્યારે આવું જ કંઈક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી સામે આવ્યું છે. જ્યાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક
પ્રાપ્ત વિગતો અનુસાર, આંધ્રપ્રદેશનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વિશાખાપટ્ટનમના સિમ્હાચલમ દેવસ્થાનમમાં એક ભક્તે મંદિરની દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક નાખ્યો. જ્યારે મંદિરના મેનેજમેન્ટે ચેકને જમા કરાવવા બેંકનો સંપર્ક કર્યો તો તેઓ ચોંકી ગયા. કારણ કે જે ખાતા સાથે તે ચેક સંબંધિત હતો તે ખાતામાં માત્ર 17 રૂપિયાનું બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ચેકમાં 100 કરોડની રકમ જોઈ લોકોમાં ખુશીની લહેર
મહત્વનું છે કે, હાલ મંદિરમાં હાજર દાનપેટીમાં ચડાવાની તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન, મંદિરના મેનેજમેન્ટને નોટોમાંથી એક ચેક મળી આવ્યો હતો. ચેકમાં 100 કરોડ રૂપિયાની રકમ લખવામાં આવી હતી. આ જોઈને મંદિરના સંચાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.આ પછી મંદિર મેનેજમેન્ટના લોકો ચેકને જમાકરાવવા બેંક પહોંચ્યા અને ચેક કેશ કરવા માટે આપ્યો. જ્યારે કોટક મહિન્દ્રા બેંકનો આ ચેક બેંકર્સને મળ્યો હતો. જે એકાઉન્ટ સાથે ચેક લિંક કરવામાં આવ્યો હતો. તેની તપાસ કરી. આ જોઈને બેંકર્સ અને મંદિર મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા. કારણ કે, ચેક 100 કરોડ રૂપિયાનો હતો, પરંતુ તેનાથી સંબંધિત ખાતામાં માત્ર 17 રૂપિયા જ હતા.
સંપૂર્ણ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ
આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 100 કરોડના ચેકની તસવીરો પણ સામે આવી છે. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવાની વાત સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે કોઈએ મજાકમાં આટલી મોટી રકમ લખેલો ચેક મંદિરની દાનપેટીમાં મૂકી દીધો.
આ પણ વાંચો : ડેપ્યુટી ડી.ડી.ઓ. નિવૃત થયા બાદ પ્રાકૃતિક ખેતી શરુ કરી, પર્યાવરણ સંરક્ષણ સાથે મેળવે છે લાખોની આવક