ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શંભુ બોર્ડર પર સ્થિતિ નિયંત્રણ બહાર, પોલીસે ડ્રોનથી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા

Text To Speech

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી દીધી છે. પોલીસે કડકતા દાખવતા ફતેહગઢ સાહેબથી શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોની ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા, ત્યારબાદ ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ. બીજી તરફ, શંભુ બોર્ડર પાસેથી કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ખેડૂતોના વિરોધને જોતા દિલ્હીની સરહદ પર પહેલાથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હી તરફ આવતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે.

કાંટાળા તાર ઉપરાંત પોલીસે બેરીકેટ્સ, મોટા સિમેન્ટ બ્લોક્સ, કન્ટેનર અને અન્ય અવરોધો પણ લગાવ્યા છે. પોલીસે કંટ્રોલ રૂમ બનાવવા ઉપરાંત સિંઘુ બોર્ડર પર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. ડ્રોનની મદદથી પણ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે અનેક વખત મોકડ્રીલ પણ કરી છે. દિલ્હીમાં 12 માર્ચ સુધી કલમ 144 પણ લાગુ છે. દિલ્હી પોલીસે આ સરહદોથી આવવાને લઈને એડવાઈઝરી પણ જારી કરી છે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત અનિર્ણિત રહી

સોમવારે મોડી રાત સુધી સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણા અનિર્ણિત રહી હતી. ખેડૂતોની યોજના એવી છે કે તેઓ સૌપ્રથમ દિલ્હી નજીક બોર્ડર પર એકઠા થશે અને બપોરે 3 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરશે. સરકારનું કહેવું છે કે વાતચીત ચાલુ રહેશે, તો બીજી તરફ ખેડૂતો પણ આગળની વાતચીત માટે તૈયાર છે. ખેડૂતોએ પત્રકાર પરિષદ યોજી અને કહ્યું કે સરકારે એમએસપીનું વચન આપ્યાને બે વર્ષ વીતી ગયા છે… ઘણું બધું કરી શકાયું હોત. ખેડૂતોએ કહ્યું કે અમે અનાજ ઉગાડીએ છીએ, જ્યારે સરકારે અમારા માટે કાંટાળા તાર પાથર્યા છે.

 

આ પણ વાંચો: ખેડૂત આંદોલન: દિલ્હી એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જારી

Back to top button