ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પાટણ ખાતે PM મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું – “કોંગ્રેસ હારે એટલે EVMપર માછલા ધોવે છે”

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ગઇ કાલે પૂર્ણ થયું છે. અને બીજા તબક્કાની ચૂંટણીના મતદાનને આડે પણ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષના નેતાઓ બાકી 93 બેઠકો પર આક્રમક રીતે પ્રચાર કરી દીધો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બેઠકો પર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને આજે બીજા દિવસે છે. ત્યારે તેઓ આજે પાટણમાં પણ જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો.

PMમોદીએ કોંગેસને આડેહાથ લીધી

PM મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આજે મોદીએ પાટણ ખાતે જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસને EVMના મુદ્દે આડે હાથ લીધી હતી. મહત્વનું છે કે અગાઉની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા EVM મશીનમાં ગળબળ કરીને ભાજપ મત મેળવે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે પણ કોંગ્રેસે EVMનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આ બાબતને લઇને મોદીએ કોંગેસેને આડે હાથ લીધી હતી. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. અને કોંગ્રેસ હારે એટલે EVMપર માછલા ધોવે છે.

પાટણ ખાતે PM મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું - "કોંગ્રેસ હારે એટલે EVMપર માછલા ધોવે છે"- humdekhengenews

PM મોદીએ પાટણ ખાતે સભા સંબોધન કરતા કહ્યું કે, મારા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે અમદાવાદથી સભા કરીને પછી તમે મને જ્યાં મોકલ્યો છે ત્યાં કામે લાગી જઈશ. આ ચૂંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે, દક્ષિણ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ એમાં કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે ભાજપ જીતી જશે. આનું કારણ શું, કોંગ્રેસે આવું કેમ કહ્યું. કોંગ્રેસે કહી દીધું છે, કોંગ્રેસ જ્યારે EVMને દોષ આપવાનું શરૂ કરે, એ કે EVMમાં ગળબળ છે, EVMને લઈ જાય ત્યારે આમ કરજો. એટલે તમારે સમજી જવાનું, કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. અને કોંગ્રેસે મતદાન પતે તે પહેલા ચાલુ કરી દીધું. EVM, EVM… EVM, EVM…

આ પણ વાંચો : ત્રિપાંખીયા જંગમાં અપક્ષનાં માવજીભાઈ દેસાઈ મારશે બાજી ?

કોંગ્રેસ દ્વારા EVMમાં ​​ખામી હોવાની ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે પ્રથમ તબક્કાના મતદાનમાં જ કોંગ્રેસ દ્વારા EVM મશીનમાં ગળબળ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને કોંગ્રેસના ગુજરાત પ્રભારી આલોક શર્માએ કેટલાંક મતદાન મથકો પર EVMમાં ​​ખામી હોવાની અને ટીવી ચેનલો દ્વારા ચૂંટણીના પક્ષપાત ભર્યા કવરેજ કરવા અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી. કોંગ્રેસે લગભગ 50 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ખામી સર્જાવાની અને તેને સમયસર બદલવામાં આવ્યા ન હોવાની ભારતીય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ત્યારે PM મોદીએ આ મુદ્દે આજે પાટણની સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

Back to top button