ગુજરાત

ચાણસ્મા-પાટણ હાઇવે પર મધરાતે કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Text To Speech

પાટણઃ ઉનાળામાં વાહનોમાં આગના બનાવોમાં વધારો થયો છે. ચાણસ્મા પાટણ હાઇવે પર વર્ધમાન રેસિડેન્સી પાસે રવિવારે રાત્રે એક સ્વિફ્ટ કારમાં આગ ફાટી નીકળી હતી. જો કે, કારનો ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.
આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવી હતી.

ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે થોડા સમયમાં જ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાને પગલે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Back to top button