ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમહાકુંભ 2025મીડિયા

મહાકુંભ 2025/ અદા શર્મા પોતાની આગવી અદા દેખાડશે, રજૂ કરશે શિવ તાંડવ સ્તોત્રમ

Text To Speech

પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025 :  ‘ધ કેરળ સ્ટોરી’ ની અભિનેત્રી અદા શર્મા મહાકુંભ મેળા દરમિયાન શિવ તાંડવ સ્તોત્રમનું લાઈવ પરફોર્મન્સ આપશે. આ પહેલી વાર હશે જ્યારે કોઈ બોલિવૂડ અભિનેત્રી મહાકુંભ મેળામાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે મેળો 2025 સોમવાર 13 જાન્યુઆરીના રોજ શરૂ થયો છે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, કરોડો લોકોની ભીડ ઉમટી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે મહાકુંભ મેળો 2025 સ્ટાર્સના પરફોર્મન્સથી ભરેલો રહેશે. અમિતાભ બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમજ સિંગર્સ હરિહરન, મોહિત ચૌહાણ, કૈલાશ ખેર, શંકર મહાદેવન, કવિતા સેઠ, શાન, માલિની અવસ્થી તથા વાયરલ સેન્સેશન એવા ઋષભ રિખીરામ શર્મા જેવા કલાકારો પરફોર્મ કરતા જોવા મળશે. આ ઉપરાંત મનોજ તિવારી, રવિ કિશન, અક્ષરા સિંહ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

કરોડો લોકોની સામે પર્ફોમન્સ આપશે
અદા શર્મા ભગવાન શિવની પરમ ભક્ત છે. તેને શિવ તાંડવ સ્તોત્રમ કંઠસ્થ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત પોસ્ટ્સ પણ શેર કરે છે. આ વખતે તે મહાકુંભ મેળા 2025માં કરોડો લોકોની સામે શિવ તાંડવ સ્તોત્રમનું લાઈવ પરફોર્મન્સ આપશે.

અભિનેત્રીનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ 2008માં રજનીશ દુગ્ગલ સાથે હોરર ફિલ્મ ‘1920’ થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેને 2023 માં ‘ધ કેરળ સ્ટોરી’ સાથે સફળતા હાંસલ કરી. તેણે ‘કમાન્ડો 2’, ‘હસી તો ફસી’, ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી ઉપરાંત, તેણે તેલુગુ, કન્નડ તથા તમિલ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યોં છે.

આ પણ વાંચો : ટાટા ગ્રુપની દરિયાદિલી: એર ઈંડિયાની ફ્લાઈટમાં અડધી કિંમતે ટિકિટ મળશે, બસ આ શરત લાગૂ પડશે

Back to top button