ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકચાલક સહિત 9 ના મોત

Text To Speech

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં ટ્રકચાલક સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો હતા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચન્દ્રપુર મૂળ રોડ પર બે ટ્રક એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર સહિતના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતોઅકસ્માત થનાર ટ્રક લાકડાથી ભરેલો અને ટેન્ક ડીઝલથી ભરેલું હોવાના કારણે આગ ફાટી નિકળી હતી. બાદમાં ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર અને મજૂરો સહિત નવ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છેમૃતકોના શબ ચન્દ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના પોસ્ટમૉર્ટક કરવામાં આવશે

દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

Back to top button