ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ₹ 2.5 કરોડ ના ખર્ચે ડીસાનો ઉજ્જડ બનેલા ગાર્ડનને નવપલ્લવિત બનશે

Text To Speech

પાલનપુર : ડીસા હવાઈ પીલ્લર પાસે પાંચ વર્ષ અગાઉ રૂપિયા ₹ 2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો નાનજી દેશમુખ ગાર્ડન વિવાદમાં સપડાયો હતો. અને તાળા મારી દેવામાં આવ્યા હતા. પરિણામે આ ગાર્ડન ના ફૂલ ઝાડ પાણી અને તેની કાળજીના અભાવે બળી ગયા હતા. બાદમાં કોર્ટના આદેશથી બગીચો ખોલવામાં આવ્યો હતો.

પ્રવીણ માળી-humdekhengenews

 

ધારાસભ્ય પ્રવીણ માળી એ બગીચાની લીધી મુલાકાત

આ ગાર્ડન ધારાસભ્ય પ્રવીણ માળી પાલિકાના પ્રમુખ હતા ત્યારે બનાવવામાં આવ્યો હતો. હવે તેઓ ધારાસભ્ય બન્યા છે. ત્યારે તેમને આ ગાર્ડનને નવ પલ્લવિત કરવા માટે તેની મુલાકાત લીધી હતી. ત્યારે વર્ષોથી બંધ પડેલા ડીસા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત કરી ગાર્ડનનું રીનોવેશન કરાવી પહેલાથી પણ વધુ સારું અને સુવિધાવાળું બનાવી ફરી ટુંકજ સમયમાં ડીસા વાસીઓ માટે ખુલ્લું મુકાશે.

તેમને રૂબરૂ સ્થળ પર ગાર્ડનની રીનોવેશન કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારે તેમની સાથે નગર પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, મગનલાલ માળી ,અમરત દવે પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારી અને ભાજપ ના કાર્યકર્તાઓએ સાથે મળી ગાર્ડન ની મુલાકાત લીધી હતી.

Back to top button