ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડહેલ્થ

એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરની બજારોમાંથી કોરોનાની રસી પરત મંગાવી, શું છે કારણ?

  • એસ્ટ્રાઝેનેકા એ વાતને નકારી કાઢી કે કોવિશિલ્ડ પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે સંબંધિત છે

નવી દિલ્હી, 8 મે: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા(AstraZeneca)ની કોરોના વેક્સીનની આડ અસરોને લઈને વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે, કંપનીએ વૈશ્વિક સ્તરે તેની કોરોના રસી પાછી ખેંચવાની પહેલ કરી છે. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેમની કોવિશિલ્ડ રસીની દુર્લભ આડઅસર થઈ શકે છે. ફાર્મા કંપનીએ સ્વીકાર્યું છે કે, તેમની કોવિશિલ્ડ રસી ઘણા દુર્લભ કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવા અને પ્લેટલેટની સંખ્યા ઓછી થવાનું કારણ બની શકે છે. કોવિશિલ્ડ નામની ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી રસી એસ્ટ્રાઝેનેકાની સમાન ફોર્મ્યુલા છે.

TTS માણસોમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે અને પ્લેટલેટની સંખ્યા ઓછી થાય છે. બ્રિટનમાં આના કારણે લગભગ 81 લોકોના મૃત્યુ થયા છે. જો કે, વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની (એસ્ટ્રાઝેનેકા)એ નકારી કાઢ્યું છે કે, કોવિશિલ્ડ પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ, રસી બનાવતી કંપનીની દલીલ છે કે, વ્યાવસાયિક કારણોસર વિશ્વભરમાંથી રસી પાછી ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે કે, કોરોના માટે વિપુલ પ્રમાણમાં વેક્સીન ઉપલબ્ધ હોવાને કારણે તેઓએ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે, અપડેટેડ વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે, જે નવા વેરિઅન્ટ સાથે કામ કરવા સક્ષમ છે.

એસ્ટ્રાઝેનેકા દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું 

એસ્ટ્રાઝેનેકાએ સ્વેચ્છાએ યુરોપિયન યુનિયનમાં તેની “માર્કેટિંગ અધિકૃતતા” પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું છે કે, હવે રસીનું ઉત્પાદન થઈ રહ્યું નથી અને તેનો ઉપયોગ કરી શકાશે નહીં. એ જ રીતે, તેનો ઉપયોગ કરીને અન્ય દેશોમાંથી પણ રસી પાછી ખેંચવામાં આવશે.

AstraZeneca યુકેમાં 100 મિલિયન પાઉન્ડના કેસનો સામનો કરી રહી છે કારણ કે તેણે સ્વીકાર્યું હતું કે, તેની રસીના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ઘણી બીમારીઓ થઈ છે. બ્રિટિશ કોર્ટમાં ફાર્માસ્યુટિકલ કંપની સામે 100 મિલિયન પાઉન્ડ ક્લાસ એક્શન કેસ સંબંધિત મામલામાં, કંપનીએ સ્વીકાર્યું કે,રસી ખરેખર દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નું કારણ બની શકે છે.

કોવિશિલ્ડથી રક્ત ગંઠાઈ જવાનો દાવો 

ઉલ્લેખનીય છે કે, TTSના કારણે માણસોમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ કાઉન્ટ ઓછું થાય છે. બ્રિટનમાં આના કારણે લગભગ 81 લોકોના મૃત્યુ થયા છે. જો કે, રસી બનાવતી કંપનીએ નકારી કાઢ્યું છે કે, કોવિશિલ્ડ પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે સંબંધિત છે.

એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સ્વતંત્ર અનુમાન મુજબ, ઉપયોગના માત્ર પ્રથમ વર્ષમાં, 6.5 મિલિયનથી વધુ લોકોના જીવન બચાવ્યા હતા અને ત્રણ અબજથી વધુ ડોઝ વૈશ્વિક સ્તરે પૂરા પાડવામાં આવ્યા હતા. અમારા પ્રયાસોને વિશ્વભરની સરકારો દ્વારા માન્યતા આપવામાં આવી છે અને વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવાના નિર્ણાયક ઘટક તરીકે રસીને વ્યાપકપણે ઓળખવામાં આવી છે, કારણ કે ઘણા પ્રકારની કોરોના રસીઓ વિકસાવવામાં આવી છે, ત્યાં વિપુલ પ્રમાણમાં રસી ઉપલબ્ધ છે. અમે હવે અપડેટેડ રસી સાથે COVID-19 રોગચાળામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સ્પષ્ટ માર્ગ પર આગળ વધવા માટે નિયમનકારો અને અમારા ભાગીદારો સાથે કામ કરીશું.”

નિષ્ણાતોને આશા છે કે, મૂળ કોવિડ સ્ટ્રેન સામે રક્ષણ આપતી તમામ “મોનોવેલેન્ટ” રસીઓ પાછી ખેંચી લેવામાં આવશે અને અપડેટેડ રસીઓ દ્વારા બદલવામાં આવશે જે વિવિધ પ્રકારના સ્ટ્રેન સામે રક્ષણ કરવામાં સક્ષમ છે.

આ પણ જુઓ: કેનેડા પથ્થર યુગ તરફ! હેટ સ્પિચના જૂના કેસ શોધીને સજા કરવા કાયદો ઘડ્યો

Back to top button