ગુજરાતટોપ ન્યૂઝ

આજે બપોરે 12 વાગે મળશે વિધાનસભાનું સત્ર, જાણો કયા વિધેયકો પર થશે ચર્ચા

Text To Speech
  • આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે
  • વિધાનસભાનું સત્ર પેપેરલેસ રહેશે
  • કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે

આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે. જેમાં વિવિધ સુધારા વિધેયક રજૂ થશે. તેમજ વિધાનસભાનું સત્ર પેપેરલેસ રહેશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવશે. ગુજરાત વિધાનસભા દેશની પ્રથમ ઇ-વિધાનસભા બનશે. વિધાનસભામાં ધારાસભ્યો ટેકનોલોજી સાથે તાલ મિલાવશે.

આ પણ વાંચો: ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, 11ના મોત

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે. જેમાં ચોમાસુ સત્રમાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે. તેમજ સંબોધન સમયે વિધાનસભા ગૃહમાં સાંસદો હાજર રહેશે. પૂર્વ CM, પૂર્વ વિધાનસભા અધ્યક્ષને પણ આમંત્રણ અપાયુ છે. તેમજ વિધાનસભા ગૃહમાં જ તેમની બેઠક વ્યવસ્થા કરાશે. તમામ મનપાના મેયર સહિતના હોદ્દેદારો હાજર રહેશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમ બાદ બપોરે 12 વાગે સત્ર મળશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે.

ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે

ગૃહ, સામાન્ય વહિવટ વિભાગ, મહેસુલ, માર્ગ મકાન, પંચાયત, શહેરી વિકાસ તથા રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ સહીતની બાબતો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. વિવિધ વિભાગોના અહેવાલો મેજ પર મુકવામાં આવશે. તથા ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. તેમજ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરીટી વિધેયક છે. ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક સાથે ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે.

Back to top button