ટોપ ન્યૂઝનેશનલ

આજે મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી મતદાન, વહેલી સવારથી જ મતદાન માટે લાગી લાઇન

Text To Speech

પૂર્વીય રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. મેઘાલયમાં આજે 59 વિધાનસભા સીટ અને નાગાલેન્ડમાં 59 સીટો પર મતદાન આજે સવારથી શરૂ થયું છે. બંને રાજ્યોમાં મળીને કુલ 118 સીટ પર સવારે સાત કલાકથી શરુ થશે અને કડક સુરક્ષા વચ્ચે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.

આ પણ વાંચો : મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન, જાણો કેટલી મહિલાઓ મેદાનમાં

બંને રાજ્યોમાં મળીને કુલ 550થી વધારે ઉમેદવારો પોતાની નસીબ અજમાવી રહ્યા છે. જેના માટે 3 હજાર 419 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. આ મતગણતરીનું પરિણામ 2 માર્ચ મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.

મેઘાલયમાં આ વખતે તમામ રાજકીય પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ભાજપે આ વખતે નેશનલ પીપુલ્સ પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું. મેઘાલયના પૂર્વ મંત્રી અને યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એચડીઆર લિંગહોના નિધન બાદ સોહનગ વિધાનસભા સીટ પર મતદાન નહીં થાય.

ભારતીય ચૂંટણી પંચે 2 માર્ચ સુધી બાંગ્લાદેશ સાથે મેઘાલયની આંતરરાષ્ટ્રીય સહરદને સીલ કરવાના આદેશ આપ્યા છે. મેઘાલયના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મેઘાલયની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને આસામથી અડીને આવેલ સરહદી રાજ્યની બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે.

નાગાલેન્ડમાં મેઈન ટક્કર નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને ભાજપવાળા ગઠબંધન રાજ્યની પૂર્વ સત્તાધારી પાર્ટી નગા પીપુલ્સ ફ્રન્ટ સાથે છે. નાગાલેન્ડની 60 સીટોમાંથી 59 સીટ પર મતદાન થશે. કેમ કે અકુલુતો ચૂંટણી વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કાજેતો કિનિમી બિનહરીફ જીતી ગયા છે.

આ પણ વાંચો : ‘CM કેજરીવાલ અડધું કમિશન લેતા હતા’, ભાજપે મનીષ સિસોદિયાની ધરપકડ પર નિશાન સાધ્યું

Back to top button