ટોપ ન્યૂઝનેશનલ

વિધાનસભા ચૂંટણી : ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી, 2 માર્ચે પરિણામ

Text To Speech

આ વર્ષે ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જોવા મળવાની છે તેની વચ્ચે આગામી દિવસોમાં પૂર્વત્તરના ત્રણ રાજ્યોમાં ચૂંટણીથી આ વર્ષની શરૂઆત થશે. તેના અંગેની જાહેરાત ચૂંટણી પંચે કરી હતી જેમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની વિધાનસભા ચૂંટણી તારીખો આજે જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભામાં હોબાળો, AAP ધારાસભ્યએ કર્યો પૈસાનો વરસાદ

ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગત ચૂંટણી જેમ જ બે તબક્કામાં થશે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જયારે નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામો જાહેર થશે.

ત્રિપુરા જ્યાં ભાજપ સરકાર છે તો બીજી બાજુ નાગાલેન્ડ અને મેઘાલયમાં ગઠબંધનવાળી સરકારનો ભાગ છે. ત્રણેય રાજ્યોમાં ગત ચૂંટણીનું મતદાન ફેબ્રુઆરીમાં જ થયું હતું. ત્રણેય રાજ્યોમાં 60 વિધાનસભા સીટો છે. એવામાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 31 હોવો જોઈએ.

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભા 15 માર્ચ અને ત્રિપુરાનો કાર્યકાલ 22 માર્ચે પૂરો થઇ રહ્યો છે. ત્યારે ત્રણેય રાજ્યોની ચૂંટણી થવાની છે. 2018માં ત્રણેય રાજ્યોની બે તબક્કામાં ચૂંટણી થઇ હતી. પ્રથમ તબક્કામાં ત્રિપુરા 18 ફેબ્રુઆરીએ તો બીજા તબક્કામાં મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ થઇ હતી. 3 માર્ચ 2018એ પરિણામો આવ્યા હતા.

Back to top button