ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત આ તારીખે થશે!, શું બે રાજ્યમાં એકસાથે થશે મતદાન

Text To Speech

ગુજરાતમાં દિવાળી કરતા ચૂંટણીનો વધુ માહોલ જામ્યો છે. નવરાત્રિમાં શહેરમાં લાઇટ કરવામાં આવી છે. પણ ચૂંટણીની સભાઓ નેતાઓ કરી રહ્યાં તેમાં વધુ લાઇટ જોવા મળી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સભાઓ ગજવી હતી. અને આગામી ટુંક સમયમાં વડાપ્રધાન ફરી ગુજરાતમાં આવવાના છે. જેમાં હવે દિવાળી પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.

ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ 22 ઓક્ટોબર સુધીમાં બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે જ્યારે કોંગ્રેસ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. સાથે જ આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં ગુજરાત અને હિમાચલમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી થઇ શકે છે. ચૂંટણીપંચ માત્ર ચૂંટણી કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે. આ માટે કમિશનની ટીમ બંને રાજ્યોમાં અનુકૂળ હવામાન, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય કેટલાક કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેથી ચૂંટણીનો કાર્યક્રમ એવો હોવો જોઈએ કે મતદારો અને મતદાન સાથે સંકળાયેલા સરકારી તંત્રને કોઈ મુશ્કેલી ન પડે. તથા શાંતિ પૂર્વક સંપૂર્ણ મતદાન થઇ શકે.

એક સાથે બે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ થઇ

એક સાથે બે રાજ્યમાં ચૂંટણી જાહેર થઇ શકે છે. જેમાં સામાન્ય રીતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક સાથે કરવામાં આવે છે. આ વખતે એવી ધારણા હતી કે જમ્મુ-કાશ્મીરના બદલાયેલા નકશા અને બેઠકોની વધેલી સંખ્યાને કારણે ચૂંટણીનો કાર્યક્રમ પણ બદલાશે. તેમજ દિલ્હીથી વિવિધ પક્ષના નેતાઓના આંટા-ફેરા ગુજરાતમાં વધી રહ્યાં છે. તો પાછલા દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ પણ ગુજરાતમાં બે દિવસ રહીને ગયા છે. આ બધા સંકેતોને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં દિવાળી પહેલા જ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત થઈ શકે છે. તથા ગુજરાતમાં આગામી સમયમાં વડાપ્રધાન પણ વિવિધ શહેરમાં સભાઓ યોજવામાં છે. જેમાં રાજકોટમાં રાત્રી રોકાણના સમાચાર પણ આજે મળી રહ્યાં છે.

કમલમ ખાતે પાંચ અલગ-અલગ બેઠકો કરવામાં આવી

કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેમના કાશ્મીર પ્રવાસ પહેલા જ ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક કરી છે. તેમના દ્વારા કમલમ ખાતે પાંચ અલગ-અલગ બેઠકો કરવામાં આવી હતી. ભાજપ હોદ્દેદારોની બેઠકમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી સહિત તમામ નાના-મોટા હાજર રહ્યાં હતા. આ બેઠકોમાં 182 બેઠકોના ઉમેદવારોની કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button