ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણી: છત્તીસગઢ અને તેલંગાણા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

Text To Speech
  • કોંગ્રેસ દ્વારા આજે ત્રણ રાજ્યો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્રણેય રાજ્યો માટે ટોટલ 229 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Election 2023: કોંગ્રેસ પાર્ટીએ આજે રવિવારે (15 ઓક્ટોબર) મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી યોજાશે અને ડિસેમ્બરમાં પરિણામ જાહેર થશે. પાર્ટીએ મધ્યપ્રદેશ માટે 144, છત્તીસગઢ માટે 30 અને તેલંગાણા માટે 55 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત રાજસ્થાન અને મિઝોરમમાં પણ ચૂંટણી છે, પરંતુ કોંગ્રેસે હજુ તેની યાદી જાહેર કરી નથી.

છત્તીસગઢમાં જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ:

  • કોંગ્રેસ પાર્ટીએ છત્તીસગઢ માટે 30 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

 

તેલંગાણામાં જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ:

  • કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા માટે 55 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

 

દક્ષિણ ભારતના આ રાજ્યમાં ત્રણ VIP બેઠકો છે જેના માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રથમ એંડોલે વિધાનસભા બેઠક છે, જ્યાંથી કોંગ્રેસે સી. દામોદર રાજા નરસિમ્હાને ટિકિટ આપી છે. તેલંગાણાની બીજી VIP સીટ મધીરા વિધાનસભા છે, જ્યાંથી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી

Back to top button