ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણી : 5 રાજ્યોમાં 1,760 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ, રોકડ, દારૂ જપ્ત

Text To Speech
  • અગાઉની વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવેલી જપ્તીઓ કરતાં સાત ગણા વધુ છે: EC
  • તેલંગાણામાં રૂ. 52.5 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું કે ચૂંટણી ચાલી રહેલા પાંચ રાજ્યોમાં મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી અત્યાર સુધીમાં રૂ. 1,760 કરોડથી વધુની મફતની ભેટ-સોગાદો, ડ્રગ્સ, રોકડ, દારૂ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 9 ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં કરવામાં આવેલી જપ્તી 2018માં આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવી હતી તેના કરતા સાત ગણા (રૂ. 239.15 કરોડ) કરતાં વધુ છે.

9 ઓક્ટોબરે તેલંગાણામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી રવિવાર સુધીમાં ચૂંટણી પંચ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ તેલંગાણામાં 490 કરોડ રૂપિયાથી વધુની રોકડ, સોનું, દારૂ અને ફ્રીબીઝ જપ્ત કરી છે.

એજન્સીઓએ કુલ રૂ. 173.3 કરોડથી વધુની રોકડ, 282 કિલો સોનું, 1,167 કિલો ચાંદી અને રૂ. 176 કરોડથી વધુની કિંમતની અન્ય કીમતી ચીજવસ્તુઓ ઉપરાંત રૂ. 60 કરોડથી વધુની કિંમતનો દારૂ, રૂ. 28.6 કરોડની કિંમતનો ગાંજો અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી હતી, જેનું વિતરણ કરી શકાય છે. તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી ના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે રૂ. 52.5 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 9 ઓક્ટોબરથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી ચૂંટણી પંચ દ્વારા કુલ રૂ 490.6 કરોડથી વધુની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ ચૂકી છે, જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં અનુક્રમે 25 નવેમ્બર અને 30 નવેમ્બરે મતદાન થશે.

 આ પણ વાંચો, ઠંડીમાં વધારે બદામનું સેવન કરતા પહેલા સાવધાનઃ જાણી લો સાઈડ ઈફેક્ટ્સ

Back to top button