વિધાનસભા ચૂંટણી : ઉમેદવારી માટેની ઉંમર મર્યાદા અંગે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે કરી મહત્વની વાત
એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું જોર વધી રહ્યું છે ત્યારે ભાજપમાં યાદી જાહેર થાય તે પહેલાં જ વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, ભાજપ કોઈ પણ નેતાના સગાને ટીકીટ આપશે નહીં તેમજ ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના કોઇ પણ ઉમેદવારને ટીકીટ આપશે નહીં.
તમારાં મનમાં ગુજરાત કેવું હોવું જોઈએ એની કલ્પના હશે, એ કલ્પના કાગળ પર ઉતારીને અમને મોકલજો.
તમારાં સપનાંનું ગુજરાત, તમારી અપેક્ષાનું ગુજરાત બનાવવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ.
– પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil #ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત pic.twitter.com/19GXpfFK90
— BJP Gujarat (@BJP4Gujarat) November 5, 2022
આ સાથે જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવેલા નિર્ણય અંગે પાટીલે કહ્યું કે, નેતાઓના કોઈ પણ સબંધીઓને ટિકીટ નહીં મળે. ભાજપે જાહેરાત કરી છે કે, 75 વર્ષથી ઉપરના ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ મળે. તેમજ પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે નિવેદન આપ્યું છે કે, 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકીટ નહીં આપી શકે. જ્ય નારાયણ વ્યાસે અમને રાજીનામું આપ્યું છે અને અમે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, હિમાંશુ વ્યાસે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે
હજી ગઈકાલે જ સાંસદ મનસુખ વસાવાના પુત્રીના માટે ટિકિટ માંગી હોવાની વાતો સામે આવી હતી. જેના પર ત્યારબાદ સાંસદે જાતે જ ના પાડી દીધી હતી. જેનાથી ભાજપની શિસ્ત સામે આવી રહી છે. આ તરફ એક બાજુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું હતું. જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ હવે રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો : રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે આપ્યું રાજીનામું