ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 30 નવેમ્બરે યોજાશે મતદાન

હૈદરાબાદ, 28 નવેમ્બર: તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સત્તામાં પાછા ફરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, આ વખતે ભાજપે પણ મતદારોને રિઝાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોએ એકબીજા વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. KCRની પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, કોંગ્રેસે પોતાના શાસનમાં હંમેશા લૂંટ ચલાવી છે. તો બીજી તરફ કોંગ્રેસ રેલીમાં KCRના તમામ વાયદાઓ પોકળ ગણાવ્યા હતા. મ

2290 ઉમેદવારો મેદાનમાં 

119 બેઠક માટે 2290 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં BRS સુપ્રીમો અને મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ, તેમના પ્રધાન-પુત્ર કેટી રામા રાવ, TPCC પ્રમુખ એ રેવન્ત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્યો બંડી સંજય કુમાર, ડી અરવિંદ અને સોયમ બાપુરાવ સામેલ છે. નોંધનીય છે કે, મતગણતરી 3જી ડિસેમ્બરે થશે.

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોએ જોર લગાવ્યું

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેલંગાણાના દેવરાકોંડામાં એક જનસભાને ભાજપની સરકાર સત્તામાં આવશે તેવો દાવો કર્યો છે. અને કહ્યું કે, 3જી ડિસેમ્બરે BRSને મોટો ફટકો પડશે.

કોંગ્રેસે BRS-BJP પર આકરા પ્રહારો કર્યા

તેલંગાણાના ઝહીરાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. મોટા પ્રોજેક્ટ્સથી લઈને નાના પ્રોજેક્ટ્સ સુધી દરેક જગ્યાએ કમિશન લેવામાં આવતું હતું. મોટા પ્રોજેક્ટ્સમાં હજારો કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જ્યારે રાહુલ ગાંધીએ પણ ભાજપ અને બીઆરએસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, PM મોદીને દિલ્હીમાં હરાવવા માંગતા હોય તો પહેલા તેલંગાણાં KCRને હરાવવા પડશે.

PM મોદીનો KCR પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સોમવારે હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો અને અનેક જાહેરસભાઓને સંબોધી હતી. PM મોદીએ સોમવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેલંગાણાને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ચુંગાલમાંથી બહાર કાઢશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ શાસક પક્ષના ભ્રષ્ટ નેતાઓને જેલમાં મોકલવાનો સંકલ્પ કર્યો છે.

આ પણ વાંચો: તેલંગાણા: રાહુલ ગાંધીએ રિક્ષામાં સવારી કરી ઓટો ડ્રાઇવરોની સમસ્યાઓ સાંભળી

Back to top button