ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

વિધાનસભા ચૂંટણી-2022 : ધાનેરા, ડીસા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવાના લેવડાવાયા શપથ

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 આગામી તા.5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને વધુ મજબુત બનાવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપના નોડલ ઓફિસર અને તેમની ટીમ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઇ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે.

શપથ -humdekhengenews
આજે ધાનેરા અને ડીસા વિધાનસભા મતવિસ્તારમાં ઓછી મતદાન ટકાવારી ધરાવતા મતદાનમથક વિસ્તારોની સ્વીપના નોડલ ઓફિસર અને પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઇ પટેલ અને તેમની ટીમે મુલાકાત લઇ લોકોને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા.

શપથ -humdekhengenews

સ્વીપની આ ટીમ દ્વારા બાઇક રેલીના માધ્યમથી મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ નાગરિકો સાથે સંવાદ સાધતા કહ્યું કે, ભારતીય બંધારણે તમામ પુખ્ત વયના ૧૮ વર્ષથી ઉપરના લોકોને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે ત્યારે મતદાન કરવું એ નાગરિકોની ફરજ છે. આપણે મતદાન કરીને આપણી ફરજ તો નિભાવીએ એની સાથે સાથે આપણી મહાન લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત બનાવી બીજાને પણ પ્રેરણા આપીએ.

Back to top button