વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદુક લઇને ઘૂસી ગયો હતો. અને ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો.
વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદુક લઇને ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. અને ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારી થઈ હતી. જેમાં વડોદરાના ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. ત્યારે કોર્ટ પરિસરમાં આ ઘટના બનતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનામાં માથાભારે સફી ફ્રુટવાલા સામેલ હોવાનું સામે આવ્યું છે.
જાણો હુમલાનો ભોગ બનનારે શું કહ્યું ?
હુમલાનો ભોગ બનનારે નિઝામ ચિસ્તી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે “આજે કોર્ટમાં મારી તારીખ હતી, તેને 138 ની ફરિયાદ દાખલ કરી છે. તે એનો જમાઇ અને સુફિયાન અને છોકરો ત્રણેય હતા.શફિ ફ્રુટવાલા અને સુફિયાન આવ્યા, હૈદરભાઇ મારી સાથે હતા. તેઓએ પહેલા હૈદરભાઇને માર્યા પછી મને દુરથી રિવોલ્વર બતાવી અને ઇશારો કર્યા બાદ મને મારવા માંડ્યા, તેણે કહ્યું કે, તને જીવવા નહિ દઉં. જાનથી મારી નાંખીશ”.
આ પણ વાંચો : ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, કૃષિ વિભાગે જાહેર કરી વિગતો