રાજીવ ગાંધીના હત્યારા : સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ
સુપ્રીમ કોર્ટે : રાજીવ ગાંધીની હત્યા કેસમાં જેલમાં બંધ તમામ 6 આરોપીઓને મુક્ત કરવાના આદેશ આપવામાં આપ્યા છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટેએ…..?
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા આપતા કહ્યું કે લાંબા સમયથી રાજ્યપાલ આ મામલે નિષ્ક્રિય હતા એટલે અમારે પગલા લેવા પડ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે દોષિત જાહેર કરવામાં આવેલ પેરારિવલનની મુક્તિના આદેશ બાકીના દોષિતોને પણ લાગુ પડશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષ મે મહિનામાં પેરારિવલનને મુક્ત કરવાના આદેશ જાહેર કર્યા હતા.
6 આરોપીઓને કરાશે જેલમુક્ત
સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસને જેલમુક્ત કરવાના આદેશ આપ્યો છે.
સારા વર્તનને કારણે પેરારિવલનને પહેલાજ જેલમુક્ત કરાયા હતા
પેરારિવલનને પહેલા જ આ કેસમાં જેલમુક્ત કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 18 મેના રોજ જેલમાં સારા વર્તનને કારણે પેરારિવલનને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટીસ એલ. નાગેશ્વરની ખંડપીઠે આર્ટીકલ 142નો ઉપયોગ કરીને આ દેશ આપ્યો હતો.
31 વર્ષ પહેલા થઈ હતી રાજીવ ગાંધીની હત્યા
21 મે 1991ના રોજ ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.એક મહિલાએ તેમને માળા પહેરાવી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા.
ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે, અને ત્રણ નાસી છૂટ્યા હતા. જ્યારે બાકીના 26 પકડાયા હતા. આ આરોપીઓમાંથી શ્રીલંકાના અને ભારતીય નાગરિકો પણ હતા.ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલાનો સમાવેશ થાય છે.
1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો
આ કેસમાં આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ઉમેદવારીમાં નામ જાહેર થયું અને હાર્દિકને મળી મોટી રાહત