ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરમીડિયાવિશેષ

ટ્રાફિક પોલીસનું કારનામું! ઑટો ડ્રાઈવરે હેલ્મેટ ન પહેરતાં ચલણ કાપ્યું

Text To Speech

આસામ – 18 ઑગસ્ટ :   હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રાફિક પોલીસે ઓટો ચાલકને 1000 રૂપિયાનું ચલણ ફટકાર્યું છે. હદ ત્યારે થઈ જ્યારે પીડિત આ ભૂલ સુધારવા માટે પોલીસ પાસે ગયો, ત્યારે પોલીસે તેને કહ્યું કે તેની સામે 1000 રૂપિયાનું નહીં પરંતુ 2000 રૂપિયાનું ચલણ છે, પોલીસે દાવો કર્યો કે તેને ઑટોમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડ્યા હતા.

હવે ઓટો ચાલક આ ચલણ સાથે ટ્રાફિક પોલીસ અધિકારીઓની ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. પરંતુ તેની ફરિયાદ પર હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો આસામનો છે. વ્યવસાયે ઓટો ડ્રાઈવર દિનેન્દ્ર કેમ્પરાઈ હાફલોંગ વિસ્તારમાં રહે છે. 15 ઓગસ્ટે તેની ઓટોનું પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) એક્સપાયર થઈ રહ્યું હતું. તે પોતાનો પીયુસી રિન્યુ કરાવવા ગયો હતો.

PUC સેન્ટર પર ચલણ પકડાયું
પીયુસી સેન્ટરના કર્મચારીએ તેને કહ્યું કે તેની ઓટો પર 1000 રૂપિયાનું ચલણ છે. જ્યારે દિનેન્દ્રએ ચલનની વિગતો જોઈ તો તે ચોંકી ગયો. આ ચલણ હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા માટે હતું. તે આ વાતને સ્થાનિક ટ્રાફિક પોલીસ ઓફિસમાં લઈ ગયો. ત્યાં, પોલીસકર્મીઓએ તેને કહ્યું કે તેની પાસે ક્ષમતા કરતાં વધુ સવારી બેસાડવા પર 2000 રૂપિયાનું ચલણ છે. દિનેન્દ્ર ત્યાંથી ઘરે આવ્યો અને તેણે હજુ સુધી ચલણ ચૂકવ્યું નથી.

મોબાઈલ પર ઈ-ચલણનો મેસેજ આવ્યો ન હતો
દિનેન્દ્રના કહેવા પ્રમાણે, આ ઈ-ચલણ છે, પરંતુ તેના મોબાઈલ પર આ અંગે કોઈ મેસેજ આવ્યો નથી. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ભૂલથી હેલ્મેટ પહેરવા બદલ ચલણ જારી કરવામાં આવ્યું છે, અસલી ચલણ ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસવા માટે ફાડવામાં આવ્યું છે. ઓનલાઈન ચલણ બનાવતી વખતે ભૂલ થઈ છે. પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ કરી આગળની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : પીડિતા કોલકાતાની હોસ્પિટલમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવાની હતી? સાથીદારોના દાવાઓથી ખળભળાટ 

Back to top button