આસામઃ બાળલગ્નના કેસમાં 1000થી વધુ લોકોની ધરપકડ
- રાજ્યમાં બાળલગ્ન રોકવા માટે આસામ સરકાર એક્શન મોડમાં.
આસામ રાજ્યની સકરાર બાળલગ્ન કેસને લઈને એક્શન મોડમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ બાળલગ્ન સબંધીત માહિતી આપતા ટ્વિટ કરી કહ્યું છે કે, બાળલગ્ન વિરુદ્ધ રાજ્યવ્યાપી કાર્યવાહીના બીજા તબક્કામાં આજે મંગળવારે 1000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ વર્ષની શરૂઆતમાં ઓપરેશનના પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સરમાએ X પર લખ્યું છે કે, બાળલગ્ન સામે મોટા પાયે કાર્યવાહીના ભાગરૂપે, આસામ પોલીસે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું છે અને 1000 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઝુંબેશ આજે વહેલી સવારેથી શરૂ કરી હતી.
The number now stands at 1,039. https://t.co/RTAOh3slWj
— Himanta Biswa Sarma (@himantabiswa) October 3, 2023
સીએમએ 11 સપ્ટેમ્બરે આસામ વિધાનસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં બાળ લગ્ન સંબંધિત કેસોમાં કુલ 3,907 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 3,319 લોકો પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ, 2012 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતના અર્થતંત્ર વિશે વર્લ્ડ બેંકનો રિપોર્ટ જાહેર, જાણો શું છે સ્થિતિ ?