ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ ચૂંટણી પંચની નોટિસ પર આપી સ્પષ્ટતા

Text To Speech
  • આસામના CMએ પોતાના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ‘કાયદેસર ટીકા’ ગણાવી
  • મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર તેના ઉમેદવારની માહિતીને “રોકી” રાખવાનો લગાવ્યો આરોપ

વિવાદિત ટિપ્પણી મુદ્દે આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ શુક્રવારે ચૂંટણી પંચની નોટિસની સ્પષ્ટતા આપી હતી. જેમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર છત્તીસગઢના કવર્ધામાંથી મોહમ્મદ અકબર તેના ઉમેદવાર હોવાની માહિતીને “રોકી” રાખવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં BJPના CMએ કહ્યું કે, “તેમની ટીકા ‘કાયદેસર’ છે કારણ કે મોટી પાર્ટીએ EC પાસેથી માહિતી અટકાવી હતી કે મોહમ્મદ અકબર કવર્ધા મતવિસ્તારમાંથી તેમના ઉમેદવાર છે.

આસામના CMએ શું કરી સ્પષ્ટતા ?

 

કોંગ્રેસની ફરિયાદને પગલે ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સમરાને વિવાદિત ટિપ્પણી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ટિપ્પણી મુદ્દે સ્પષ્ટતા આપતા આસામના મુખ્યમંત્રી દ્વારા ટ્વિટર પર પોસ્ટ મૂકી જણાવવામાં આવ્યું હતું કે, “કોંગ્રેસે માનનીય ચૂંટણી પંચ પાસેથી એવી સામગ્રીની માહિતી અટકાવી છે કે મોહમ્મદ અકબર કવર્ધા મતવિસ્તારમાંથી તેમના ઉમેદવાર છે. તેથી ઉમેદવારની કાયદેસરની ટીકા સાંપ્રદાયિક રાજનીતિ સમાન નથી.”

આસામ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા દ્વારા વિવાદિત ટિપ્પણી ?

આસામ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “આપણા દેશમાં લવ જેહાદ કોંગ્રેસના શાસનમાં શરૂ થઈ હતી. આજે છત્તીસગઢ અને આપણા આસામના આદિવાસીઓને દરરોજ ધર્માંતરણ માટે ઉશ્કેરવામાં આવે છે અને તેમની સામે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે ભૂપેશ બઘેલ કહે છે કે અમે ધર્મનિરપેક્ષ છીએ.” આ સિવાય પણ ઘણી વાંધાજનક વાતો કહેવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને નોટિસ પાઠવી હતી અને તેમની પાસેથી 30મી ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં માહિતી માંગવામાં આવી છે.

આ પણ જુઓ :વિવાદિત સંબોધન મામલે CM હિમંતા બિસ્વા સરમાને ECની નોટીસ

Back to top button