બોલીવુડ કિંગ શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. જેના માટેનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે. ત્યારે ‘પઠાણ’ના રિલિઝ પહેલા તેના ટ્રેલર અને ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીત સામે આખા દેશમા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. અને હજુ પણ ‘પઠાણ’નો વિરોધ ચાલુ જ છે. ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ‘પઠાણ’ને લઈને એવું નિવેદન આપ્યું છે જેને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
આસામના મુખ્યમંત્રીએ ‘પઠાણ’ને લઈને આપ્યું આ નિવેદન
25 જાન્યુઆરીએ રિલીઝ થનારી બોલીવુડ કિંગ શઆહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષ બની ગયું છે. અનેક દિગ્ગજોએ તેને લઈને નિવેદનો આપ્યા છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ તો આ ફિલ્મને લઈને એવું નિવેદન આપ્યું છે કે જેને સાંભળીને શાહરુખ ખાનના ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. શાહરૂખ ખાન અને તેની આવનારી ફિલ્મને લઈને આસામના મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે , શાહરૂખ ખાન કોણ છે? . આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગુવાહાટીના નારેંગી ખાતે થિયેટરમાં હુમલો કરનારા હિંસક વિરોધ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા જ્યાં ‘પઠાણ’ પ્રદર્શિત થવાની છે. અહી મુખ્યમંત્રીએ ‘પઠાણ’ને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે “શાહરૂખ ખાન કોણ છે? હું તેના વિશે કે તેની ફિલ્મ પઠાણ વિશે કંઈ જાણતો નથી”,મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી.
“Who is Shah Rukh Khan”, What is #Pathaan ? asks Assam CM @himantabiswa #PathaanMovie @iamsrk pic.twitter.com/y259cMXfMR
— Satish Kumar Dash???????? (@JournoSatish) January 22, 2023
લોકોએ આપી આ પ્રતિક્રિયા
આસામના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ લોકો સોશિયલ મીડિયા પર તેને લઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીએમ બિસ્વાના આ નિવેદન પર લોકોએ ઘણી ટિપ્પણીઓ કરી છે. જેમાં એક યુઝરે કહ્યું, ‘પાંચમા પાસ વિદ્યાર્થી કરતાં સામાન્ય જ્ઞાન ઓછું છે. ‘
હિમંત બિસ્વા સરમાએ કર્યું ટ્વિટ
જો કે, વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, “બોલિવૂડ અભિનેતા શાહરૂખે મને સવારે 2 વાગ્યે ફોન કર્યો હતો અને ગુવાહાટીમાં તેમની ફિલ્મના સ્ક્રીનિંગ માટે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવીએ રાજ્ય સરકારની ફરજ છે. અમે તપાસ કરીશું અને ખાતરી કરીશું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ‘
Bollywood actor Shri @iamsrk called me and we talked today morning at 2 am. He expressed concern about an incident in Guwahati during screening of his film. I assured him that it’s duty of state govt to maintain law & order. We’ll enquire and ensure no such untoward incidents.
— Himanta Biswa Sarma (@himantabiswa) January 22, 2023
આ પણ વાંચો : સોમાલિયામાં આતંકી ઠેકાણાઓ પર અમેરિકાની એર સ્ટ્રાઈક, અલ-શબાબના 30 આતંકી ઠાર