નેશનલસ્પોર્ટસ

જસપ્રિત બુમરાહે દિલ્હી સામે તરખાટ મચાવ્યો, લસિથ મલિંગાના રેકોર્ડની કરી સરખામણી

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તે આ વર્ષે પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. રોહિત શર્માની ટીમે ભલે ખરાબ પ્રદર્શન કર્યું હોય, પરંતુ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સમગ્ર સિઝનમાં ખુબ જ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે મુંબઈની અંતિમ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે તરખાટ મચાવ્યો  હતો.

ફાઈલ ફોટો

દિલ્હી સામેની મેચમાં બુમરાહે ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી લધી હતી. મિશેલ માર્શનો કેચ રોહિત શર્માએ લીધો હતો. ત્યારબાદ  બુમરાહના ખતરનાક બાઉન્સર પર પૃથ્વી શો (24 રન) બનાવી આવુટ થઈ ગયા હતા. ખતરનાક બેટિંગ કરી રહેલા રોવમેન પોવેલ (43 રન)ને આઉટ કરીને તેને ત્રીજી વિકેટ ઝડપી લીધી હતી.

જસપ્રીત બુમરાહે IPL 2022માં મુંબઈ માટે તમામ 14 મેચ રમ્યા હતા. આ સિઝનમાં જસપ્રિત બુમરાહે 25.53ની સરેરાશથી કુલ 15 વિકેટ લીધી હતી. IPLની ચાલુ સિઝનમાં બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

લસિથ મલિંગાના રેકોર્ડની બરાબરીઃ બુમરાહે સતત સાતમી IPL સિઝનમાં 15 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. દિલ્હી સામેની મેચમાં ત્રણ વિકેટ ઝડપતા, પૂર્વ ખેલાડી લસિથ મલિંગાની બરાબરી કરી લીધી છે. મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત સાત આઈપીએલ સીઝનમાં 15 કે તેથી વધુ વિકેટ લીધી હતી. મુંબઈની અંતિમ મેચમાં જીત

ફાઈલ ફોટો

દિલ્હીટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા, 20 ઓવરમાં સાત વિકેટે 157 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલે ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે 39 અને પૃથ્વી શોએ 24 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહને ત્રણ અને રમનદીપ સિંહને બે સફળતા મળી હતી.

Back to top button