ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લગ્ન પહેલા પાર્ટનરને પૂછો આ સવાલઃ ખુશખશાલ રહેશે મેરેજ લાઇફ

  • કેટલાક સવાલો પહેલેથી જ ક્લિયર કરવા જરૂરી
  • કેટલીક ગેરસમજોની અસર લગ્નજીવન પર પડી શકે છે
  • ફેમિલી પ્લાનિંગ અંગે પણ લગ્ન પહેલા કરો વાત

લગ્ન એક એવો સંબંધ છે, જે લાઇફટાઇમ માટે જોડાતો હોય છે. લગ્ન કોઇ બે વ્યક્તિ વચ્ચેનો જ નહીં, પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે. લગ્ન થાય તે પહેલા કપલ્સના મનમાં ઘણા સવાલ હોય છે, જેની અસર આવનારી જિંદગી પર પણ પડી શકે છે. એ જરૂરી છે કે કપલ્સ પોતાના મનમાં રહેલા એ સવાલોને લગ્ન પહેલા ક્લિયર કરી દે, જેથી લગ્ન જીવન પર કોઇ અસર ન થાય અને તેઓ ખુશ રહી શકે. આવો જાણીએ એ કયા સવાલો છે જેના વિશે અગાઉથી જ વાત કરી લેવી જોઇએ.

રીતિ-રીવાજો વિશે વાત કરો

લગભગ દરેક વ્યક્તિના ઘરની પરંપરા અને રીતિ-રિવાજ અલગ હોય છે. આ સંજોગોમાં લગ્ન બાદ પાર્ટનરના ઘર સાથે જોડાયેલા રીતિ-રિવાજો નિભાવવામાં તકલીફ પડી શકે છે. તેથી એ જરૂરી છે કે લગ્ન પહેલા તમે તમારા થનારા લાઇફ પાર્ટનરને તેના ઘરના તમામ રીતિ રિવાજો વિશે પુછી લો અને સમજી લો. આમ કરશો તો તમે ખુદને આ માટે પહેલેથી જ તૈયાર કરી શકશો અને તમને કોઇ પરેશાની નહીં થાય.

લગ્ન પહેલા પાર્ટનરને પૂછો આ સવાલઃ ખુશખશાલ રહેશે મેરેજ લાઇફ

કરિયરને લઇને કરો વાત

એવા ઘણા લોકો હોય છે, જે પહેલેથી જ પોતાની કરિયરને લઇને સીરિયસ હોય છે. આવા સંજોગોમાં તમારા પાર્ટનર સાથે આ અંગે વાત કરી લો. કપલ પોતાના પાર્ટનરને એકબીજાના પ્રોફેશન સાથે જોડાયેલા સવાલ કરી શકે છે. સાથે સાથે તેઓ પોતાના ભવિષ્યના ગોલ્સ પણ એકબીજા સાથે શેર કરો. આમ કરવાથી લગ્ન બાદ કરિયરને લઇને રિલેશનશિપમાં સમસ્યાઓ આવતી નથી.

ફાઇનાન્શિયલ સ્ટેટસ શેર કરો

કપલ લગ્ન પહેલા જો એક-બીજા સાથે પોતાનું ફાઇનાન્સિયલ સ્ટેટસ શેર કરી લે તો તેમના માટે તે ખૂબ સારુ હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કપલ્સની વચ્ચે પૈસાને લઇને ઝઘડા થાય છે. આવા સમયે એ જરૂરી છે કે લગ્ન પહેલા પાર્ટનર સાથે તમારી અને તેની ફાયનાન્સિયલ કન્ડિશન અંગે વાત કરી લો. જેના કારણે મેરિડ લાઇફ ખુશહાલ રહેશે.

ફેમિલી પ્લાનિંગ પર વાત કરો

લગ્ન પહેલા કપલ્સ એક-બીજા સાથે ફેમિલી પ્લાનિંગ પર વાત કરી લો. જ્યારે એવુ લાગે કે દરેક વાત પર અરસપરસની સહમતિ છે, ત્યારે જ તમારા સંબંધને આગળ વધારો. ઘણી વખત એવું હોય છે કે કેટલાક કપલ્સ લગ્ન બાદ ફેમિલી પ્લાનિંગ કરવાનું પસંદ કરે છે. જો લગ્ન બાદ આ અંગે વિચાર ન મળે તો સંબંધ પર તેની અસર દેખાય છે.

આ પણ વાંચોઃ શું રાત્રે સૂતી વખતે પગની નસો ચઢી જાય છે? આ ઉપાયોથી તાત્કાલિક મળશે રાહત

Back to top button