લગ્ન માટે પાર્ટનર પસંદ કરતા પહેલા ખાસ પુછી લેજો આ સવાલ


- લાઇફમાં મહત્ત્વના મુદ્દાઓમાંનો એક છે લગ્ન
- લગ્ન માટે પાર્ટનર પસંદ કરતા પહેલા કાળજી રાખો
- એરેન્જ મેરેજ કરી રહ્યા હો તો એકબીજાને જાણવાની કોશિશ કરો
જીવનના સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં એક જરૂરી મુદ્દો છે લગ્ન. લગ્નના નિર્ણયો ફક્ત છોકરો અને છોકરી નહીં, પરંતુ પરિવારો માટે પણ ખુબ મહત્ત્વના છે. આવા સંજોગોમાં સારી રીતે સમજ્યા વિચાર્યા બાદ જ લગ્ન માટે હા કહેવી જોઇએ. જોકે એ પણ જરૂરી નથી કે સમજી વિચારીને લીધેલા નિર્ણયો પણ સાચા જ નીકળે, પરંતુ હા લગ્નની વાત કરતા પહેલા અથવા તો લગ્ન નક્કી થાય તે પહેલા તમારા પાર્ટનરને અમુક સવાલો પુછી લેવામાં જ ભલાઇ છે.
જો લગ્ન પહેલા પાર્ટનરને કેટલાક મહત્ત્વના સવાલો પુછી લેવામાં આવે તો તમે લગ્ન બાદ આવનારી કેટલીક પરેશાનીઓમાંથી બચી શકો છો. જો તમારા એરેન્જ મેરેજ હોય તો તમારે લગ્ન પહેલા એકબીજાને જાણવાની કોશિશ કરવી જોઇએ.
બંનેની સહમતિથી કરવા જોઇએ લગ્ન
ઘણી વખત વ્યક્તિ કોઇના દબાણમાં આવીને પણ લગ્નને હા કહે છે, પરંતુ લગ્નોમાં કોઇ મજબૂરી નહી, ખુશી હોવી જોઇએ. આ કોઇ બે-પાંચ કલાકની વાત નથી. આ જિંદગીભરના સાથની વાત છે. જો તમે ફેમિલીના પ્રેશરમાં આવીને લગ્ન કરશો તો તમારે એક એવી વ્યક્તિ સાથે લાઇફ વિતાવવી પડશે જેને તમે જાણતા કે સમજતા નથી. આવા લગ્નમાં પછી ખુશી નહીં રહે. લગ્ન બાદ પણ સમસ્યાઓ થઇ શકે છે.
પહેલા જ પુછી લો જોબ રિલેટેડ સવાલ
લગ્ન બાદ ઘણા લોકોએ પોતાની કારકિર્દી સાથે સમજુતી કરવી પડે છે. આવી સ્થિતિ મોટાભાગે મહિલાઓની જિંદગીમાં ઉદ્ભવે છે. તેથી લગ્નનો નિર્ણય કરતા પહેલા પાર્ટનર સાથે કરિયર અંગે વાત જરૂર કરી લેવી જોઇએ. પાર્ટનર સાથે તમારા ગોલ અને જોબ સાથે જોડાયેલી વાતો પણ શેર કરો. જો તમારા પાર્ટનર કે તેના પરિવારને તમારી જોબથી પરેશાની ન હોય તો જ લગ્ન માટે હા કહેજો.
ફેમિલી પ્લાનિંગ પર વાત કરવી જરૂરી
લગ્નના એક્સાઇટમેન્ટમાં કપલ્સ બાળકોને લઇને વાત કરવાનું ભુલી જાય છે. લગ્ન બાદ પરિવારના લોકો બેબીને લઇને દબાણ કરવા લાગે છે. તેથી જરૂરી છે કે પાર્ટનર સાથે પહેલા જ આ મુદ્દા પર વાતચીત કરી લો અને તેની સમજણ કેળવી લો.
આ પણ વાંચોઃ ચંદ્રગ્રહણનો સુતક કાળ ન હોય તો પણ, ગ્રહણ બાદ જરૂર કરજો આ કામ