નેશનલ

એશિયાની પ્રથમ મહિલા રેલ-એજિંન પાયલોટ હવે ચલાવશે વંદે ભારત એક્સપ્રેસ, સુરેખા યાદવ આ રૂટ પર રહેશે

Text To Speech

એશિયાની પ્રથમ મહિલા રેલ-એજિંન પાયલોટ સુરેખા યાદવે હવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે સોમવારે સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી ટ્રેન ચલાવી હતી. સુરેખા યાદવ આખા એશિયામાં પહેલેથી જ નામ કમાઈ ચૂકી છે, પરંતુ હવે પ્રથમ મહિલા રેલ-એજિંન પાઈલટ તરીકે, તે મધ્ય રેલ્વેની પ્રથમ મહિલા વંદે ભારત એક્સપ્રેસ રેલ-એજિંન પાઈલટ બની છે. સોલાપુર-CSMT વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવીને સમગ્ર ભારતમાં સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર સુરેખાનો પરિચય કરાવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું, ‘વંદે ભારત એક્સપ્રેસના પ્રથમ મહિલા રેલ-એજિંન પાઇલટ શ્રીમતી સુરેખા યાદવ.’

આ પણ વાંચો : ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ કરી સગાઈ, જાણો કોણ છે તેની મંગેતર; જુઓ Photos

સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરવામાં આવ્યું હતું. “નવા યુગની અત્યાધુનિક ટેક્નોલોજી વંદે ભારત ટ્રેન ચલાવવાની તક મળવા બદલ તેણીએ સૌનો આભાર માણ્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી હતી અને CSMT સમય કરતાં 5 મિનિટ વહેલા પહોંચી હતી. સુરેખા, જેઓ મહારાષ્ટ્રના સતારાના છે, 1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બન્યા હતા અને તેણીની સિદ્ધિઓ માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે.

 

Back to top button