ટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સઃ ભારત-પાકિસ્તાનની ફાઈનલ નહીં થાય, અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું

Text To Speech

પાકિસ્તાનનું એશિયન ગેમ્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. અફઘાનિસ્તાને હાંગઝોઉમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને જવાબમાં અફઘાન ટીમે 17.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે ભારત અને અફઘાનિસ્તાન ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં ટકરાશે. આ મેચ શનિવારે રમાશે.

Afghanistan Team
Afghanistan Team

પાકિસ્તાનની બેટિંગ અને બોલિંગ ભારે ફ્લોપ સાબિત થઈ હતી. નોક આઉટ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદ્દીન નાયબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. નિર્ણય એકદમ સાચો હતો. પાકિસ્તાનનો ઓપનર મિર્ઝા બેગ 4 રને રનઆઉટ થયો હતો. વિકેટકીપર રોહેલ નઝીર પણ 10 રન બનાવી શક્યો હતો. આ પછી પાકિસ્તાનનો મિડલ ઓર્ડર પત્તાની જેમ પડી ભાંગ્યો. હૈદર અલી 2 રન, કેપ્ટન કાસિમ અકરમ-9, ખુશદિલ શાહ-8 રન બનાવીને આઉટ થયા હતા. આસિફ અલીએ માત્ર 8 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનની ટીમ માત્ર 115 રન બનાવી શકી હતી.

અફઘાનિસ્તાને દેખાડ્યો દમ

અફઘાનિસ્તાનની ટીમ માત્ર 116 રન બનાવી શકી હતી. પરંતુ હાંગઝોઉની મુશ્કેલ પિચ પર પણ આ રન પૂરતા હતા. અફઘાન ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. ઓપનર સેદીકલ્લાહ અટલ અને મોહમ્મદ શહઝાદ 9 રન બનાવીને આઉટ થયા હતા. શાહિદીઉલ્લા કમાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. નૂર અલી ઝદરાને 33 બોલમાં 39 રન અને કેપ્ટન ગુલબદ્દીન નાઈએ 19 બોલમાં અણનમ 26 રન ફટકારીને અફઘાનિસ્તાનને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

ભારતની જોરદાર જીત

આ પહેલા ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ગોલ્ડ મેડલની મેચ સુરક્ષિત કરી હતી. બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરોએ માત્ર 96 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તે પછી માત્ર 9.2 ઓવરમાં જ આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. તિલક વર્માએ 55 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાઈ કિશોરે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2023: સોનમ મલિકે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો, મેડલની કુલ સંખ્યા 91 પર

Back to top button