ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સ 2023: સોનમ મલિકે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો, મેડલની કુલ સંખ્યા 91 પર

Text To Speech

સોનમ મલિકે એશિયન ગેમ્સની મહિલા ફ્રી સ્ટાઇલ 52KG રેસલિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય કુસ્તીબાજએ આ ઈવેન્ટમાં ચીનની લોંગ જિયાને 7-5થી હરાવી પોડિયમ ફિનિશ હાંસલ કરી હતી. આ વર્ષે એશિયન ગેમ્સમાં કુસ્તીમાં ભારતનો આ ત્રીજો અને એકંદરે 91મો મેડલ હતો.

એશિયન ગેમ્સમાં કુસ્તીમાંથી એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના બજરંગ પુનિયાએ કુસ્તીની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રાની ક્વાર્ટર ફાઇનલમાં બહેરીનના અલીબેગ અલીબેગોવને 4-0થી હરાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. સેમિફાઈનલમાં બજરંગનો મુકાબલો ઈરાનના રહેમાન અમોઝાદખલીલી સાથે થશે.

ભારતીય ટીમે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બોલરો બાદ તિલક વર્મા (55) અને સુકાની ઋતુરાજ ગાયકવાડ (40)ની અણનમ ઇનિંગ્સે ટીમને જીત તરફ દોરી હતી.

ભારતીય ટીમે કબડ્ડીની ફાઇનલમાં પહોંચીને મેડલ નિશ્ચિત કરી લીધો છે. તેણે સેમિફાઇનલમાં પાકિસ્તાનને 61-14ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.

Back to top button