એશિયન ગેમ્સ 2023: શૂટિંગમાં ભારતનો ડંકો, સરબજોત સિંહ અને દિવ્યાની જોડીએ સિલ્વર મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2023માં સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલની ભારતીય ટીમે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ જોડી ગોલ્ડ મેડલ મેચમાં ચીનના ઝાંગ બોવેન અને જિયાંગ રેનક્સિન સામે 14-16થી હારી ગઈ હતી. ભારતની 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈશા સિંહ, પલક અને દિવ્યા થડીગોલે એશિયન ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. થોડા સમય બાદ ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ સુનીલ કુસાલે અને અખિલ શિયોરાનની પુરૂષોની ટીમે 50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
𝐒𝐈𝐋𝐕𝐄𝐑 🥈 𝐌𝐞𝐝𝐚𝐥 𝐅𝐨𝐫 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳
Sarabjot Singh and Divya wins silver medal in 10m Air Pistol Mixed Team event.#AsianGames2022 #IndiaAtAG22 pic.twitter.com/QgY3D8JV9T
— Doordarshan Sports (@ddsportschannel) September 30, 2023
આજે આ ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષાઓ
એશિયન ગેમ્સમાં આજે વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બોક્સર લોવલિના બોર્ગોહેન, રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની મિશ્ર ડબલ્સ જોડી પાસેથી પણ મેડલની અપેક્ષા છે. સ્ક્વોશ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ભારતની પુરુષ હોકી ટીમ પૂલ A મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ ઉપરાંત ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમ પણ આજે તેની સેમીફાઈનલ મેચ રમશે.