ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સ: ત્રીજા દિવસે ભારતે ખોલ્યું ખાતું, નેહા ઠાકુરે જીત્યો સિલ્વર મેડલ

Text To Speech

ભારતની નેહા ઠાકુરે એશિયન ગેમ્સમાં છોકરીઓની ડીંગી સેઇલિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. સેલિંગ (નૌકા સ્પર્ધા)માં નેહાએ 11 રેસ બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. સેલિંગમાં ભારત માટે આ પહેલો મેડલ છે.

ટીમ ઈન્ડિયા (ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA), કોમનવેલ્થ ગેમ્સ ઈન્ડિયા (CGI))એ પણ નેહા ઠાકુરને તેના અધિકારીએ 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબુનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપુરની કેઇરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Back to top button