ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Asian Games 2023 : ભારતની દિકરીઓએ ચીનમાં રચ્યો ઈતિહાસ,જીત્યો ગોલ્ડ મેડલ

Text To Speech

Gold Medal : ભારતની દીકરીઓએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામે 19 રન થી જીત મેળવી લીધી છે.આ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહી હતી અને આ ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકા સામે જીતીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોધાવી લીધું છે.

ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા પસંદ કરી હતી

25 સપ્ટેમ્બર ના રોજ રમાયેલી પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ,હાંગઝોઉ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેમાં શ્રીલંકા 97 રનમાં 8 વિકેટ પડી હતી

શ્રીલંકાની ખરાબ શરૂઆત

આ એશિયન ગેમ્સમાં ભારતે આપેલા શ્રીલંકાની 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ફાસ્ટ બોલર તિતાસ સાધુએ ત્રણ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાની વિકેટ આ રીતે પડી:

પ્રથમ વિકેટ- અનુષ્કા સંજીવની 1 રન (13/1)
બીજી વિકેટ- વિશમી ગુણરત્ને (13/2)
ત્રીજી વિકેટ- ચમારી અટાપટ્ટૂ (14/3)
ચોથી વિકેટ- હાસિની પરેરા 25 રન (50/4)
પાંચમી વિકેટ- નીલાક્ષી ડી સિલ્વા 23 રન (78/5)
છઠ્ઠી વિકેટ- ઓશાદી રણસિંઘે 19 રન (86/6)
સાતમી વિકેટ- કવિશા દિલહારી 5 રન (92/7)
આઠમી વિકેટ- સુગંધિકા કુમારી 5 રન (96/8)

ટીમ ઇન્ડિયાની પણ થઇ હતી ખરાબ શરૂઆત

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણીને પ્રથમ ફટકો ચોથી ઓવરમાં જ લાગ્યો, જ્યારે શેફાલી વર્મા (9) સ્પિન બોલર સુગંધિકા કુમારી દ્વારા સ્ટમ્પ આઉટ થઈ ગઈ. આ પછી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સે સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. જેમિમા અને સ્મૃતિ વચ્ચે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી.

ભારતની વિકેટ આ રીતે પડી:

પ્રથમ વિકેટ- શેફાલી વર્મા 9 રન (16/1)
બીજી વિકેટ- સ્મૃતિ મંધાના 46 રન (89/2)
ત્રીજી વિકેટ- રિચા ઘોષ 9 રન (102/3)
ચોથી વિકેટ- હરમનપ્રીત કૌર 2 રન (105/4)
પાંચમી વિકેટ- પૂજા વસ્ત્રાકર 2 રન (108/5)
છઠ્ઠી વિકેટ- જેમિમાહ રોડ્રિગ્સ 42 રન (114/6)
સાતમી વિકેટ- અમનજોત કૌર 1 રન (116/7)

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), રૂચો ઘોષ(વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ

શ્રીલંકા : ચમારી અટાપટ્ટૂ(કેપ્ટન), અનુષ્કા સંજીવની(વિકેટકીપર), વિશમી ગુણરત્ને, નીલાક્ષી ડી સિલ્વા, હાસિની પરેરા, ઉદેશિકા પ્રબોધની, ઓશાદી રણસિંઘે, ઈનોકા રણવીરા, ઈનોશી પ્રિયદર્શની, કવિશા દિલહારી, સુગંધિકા કુમારી

આ પણ વાંચો : એશિયન ગેમ્સઃ ચીને અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ ન આપતા વિવાદ

Back to top button