આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સ 2023 : ટ્રેપ શુટિંગ સ્પર્ધામાં ભારતના નામે ગોલ્ડ અને સિલ્વર મેડલ

  • એશિયન ગેમ્સ 2023માં શુટિંગમાં ટીમ ઇન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન
  • ટ્રેપ શુટિંગમાં પુરુષોની ટીમે ગોલ્ડ તો મહિલાઓની ટીમે જીત્યો સિલ્વર મેડલ
  • ગોલ્ફર અદિતિ અશોકે ઈતિહાસ રચી સિલ્વર મેડલ જીત્યો

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલ એશિયન ગેમ્સ 2023નો રવિવારે(૧ ઓક્ટોમ્બરે) આઠમો દિવસ રહેલો છે. ત્યારે શુટિંગ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં ભારતે ટ્રેપ શુટિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ તો એક સિલ્વર પોતાના નામે કર્યો છે. ટ્રેપ શુટિંગમાં પુરુષોની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે તો મહિલાઓની ટીમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. એશિયન ગેમ્સની વર્તમાન આવૃત્તિમાં શૂટિંગમાં ભારત માટે આ 21મો મેડલ છે. જેમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ છે. જયારે અદિતિ અશોકે ઈતિહાસ રચ્ચો હતો અને સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની છે

પુરુષોની ટીમે ગોલ્ડ તો મહિલાઓની ટીમે જીત્યો સિલ્વર મેડલ !

ભારતે શુટીંગમાં સાતમો ગોલ્ડ જીત્યો છે જેમાં પૃથ્વીરાજ ટોન્ડાઈમન, ડેરિયસ ચેનાઈ અને જોરાવર સંધુની પુરુષોની ટ્રેપ ટીમે શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જેથી ભારતના મેડલની સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે, જેમાં 11 ગોલ્ડનો સમાવિષ્ટ થાય છે. ભારતે શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો છે. રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકની ત્રિપુટીએ મહિલા ટીમ ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જેથી એશિયન ગેમ્સમાં ભારતનો આ 41મો મેડલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઐશ્વર્યા તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારે 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. સિફ્ટ કૌર સમરાએ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ પોતાના નામે કર્યો હતો તો અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે પણ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.

જાણો અત્યાર સુધીમાં ભારતના નામે કેટલા મેડલ થયાં ?

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે. જેને પગલે અત્યાર સુધીમાં ભારતે 41 મેડલ જીત્યા છે જેમાં 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જેમાં ગોલ્ફ સ્પર્ધામાં અદિતિ અશોકે સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની છે.

આ પણ વાંચો: ગાંધીનગરથી દિલ્હી સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ભાજપ-એનડીએના નેતાઓ

Back to top button