ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Asian Games 2023: દિકરીઓએ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ, ભારતે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ

Text To Speech

ફરી એકવાર ભારતની દીકરીઓએ ઈતિહાસ રચ્યો. એશિયન ગેમ્સના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી હતી. શૂટિંગમાં સિલ્વર મેડલ બાદ હવે ભારતને ગોલ્ડ મેડલ પણ મળી ગયો છે. મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ત્રિપુટીએ ચીનને હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મનુએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઈશા પાંચમા અને રિધમ સાતમા ક્રમે છે. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે જીતેલો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે તેનો બીજો ગોલ્ડ મેડલ માત્ર શૂટિંગમાં જ જીત્યો હતો. આ પહેલા ભારતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે આ વખતે ભારતે રાઈફલથી નહીં પરંતુ પિસ્તોલથી સોનાને નિશાન બનાવ્યું છે.

આ પણ વાંચોઃ ભારતે એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Back to top button