સ્પોર્ટસ

AsiaCup-2022 : હોંગકોંગ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાની શું રહેશે રણનીતિ ?

Text To Speech

ભારતીય ટીમને એશિયા કપ-2022 માં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. પહેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યા બાદ ભારત સુપર-4 માં જગ્યા નક્કી કરવા માટે આજે હોંગકોંગની સામે જીત મેળવવા માટે ઉતરશે. જ્યારે હોંગકોંગ એશિયામાં પોતાની પહેલી મેચ રમશે. જે અગાઉના ક્વોલિફાયરની ત્રણેય મેચ જીતી લીધી હતી. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન ફેલ રહ્યા હતા,ત્યારે ટીમ ઈન્ડિયા આગળની મેચ માટે પોતાનું કોમ્બિનેશન સેટ કરવા માટે આગળ વધશે.

કોમ્બિનેશન શું રાખવું ? 

જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાની ખાસ નજર આ વર્ષે રમાનારા T-20 વર્લ્ડકપ પર ધ્યાનમાં રાખીને ટીમનું કોમ્બિનેશન ગોઠવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. હોંગકોંગ પાસે પાકિસ્તાન જેવા ઉચ્ચ સ્તરીય બોલર નથી પરંતુ તેને હળવાશથી લઈ શકાય તેમ નથી કારણ કે એક અજાણ ટીમના પ્રદર્શન અંગે કોઈ સમીક્ષા થઈ શકે તેમ નથી. હોંગકોંગની ટીમ યુએઇની ટીમને ક્વોલિફાયર રાઉન્ડમાં ફાઇનલ સમાન મેચમાં હરાવીને મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

રોહિત અને કોહલી પર નજર

આ તરફ રોહિત અને કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના ફોર્મમાં આવવાની ચિંતા સતાવી રહી છે. જેના અંગે રોહિતે જણાવ્યું કે, દરેક ક્રમ માટેનો તાલમેલ બેસાડવાના અખતરા જારી રહેશે જેના કારણે બેટિંગ ક્રમમાં ફેરફાર થાય તો આૃર્ય થશે નહીં. સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી માટે પણ આ મેચ બેટિંગ પ્રેક્ટિસ માટેની શાનદાર તક સમાન રહેશે.

પાકિસ્તાન સામે વિશેષ યોગદાન આપવામાં નિષ્ફળ રહેલો રોહિત પણ મોટી ઇનિંગ રમવા માટે આતુર રહેશે. લોકેશ રાહુલના સ્થાને રિષભ પંતને રમાડવામાં આવી શકે છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને ચોથા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવશે તો દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને તક આપવામાં આવશે. સ્પિનર યૂજવેન્દ્ર ચહલ અને જાડેજાને આરામ આપીને આ મેચમાં ઓફ સ્પિનર આર. અશ્વિન અને રવિ બિશ્નોઇને પણ રમાડવામાં આવે તેવા સંકેત મળ્યા છે.

Back to top button