એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે , 17 સપ્ટેમ્બરે ફાઈનલ, જાણો શેડ્યૂલ
શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મુકાબલો જોવા મળશે.
I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
એશિયા કપની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે ટકરાશે. જો કે બંને દેશો વચ્ચેની આ મેચ શ્રીલંકામાં રમાશે.
એશિયા કપ 2023 સંપૂર્ણ શેડ્યૂલ
- 30 ઓગસ્ટ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
- 31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
- 2 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
- 3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
- 4 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
- 5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર
સુપર-4 (તમામ ટીમો ત્રણ મેચ રમશે)
- 6 સપ્ટેમ્બર – A1 વિ B2 – લાહોર
- 9 સપ્ટેમ્બર – B1 vs B2 – કોલંબો
- 10 સપ્ટેમ્બર – A1 વિ A2 – કોલંબો
- 12 સપ્ટેમ્બર – A2 vs B1 – કોલંબો
- 14 સપ્ટેમ્બર – A1 વિ B1 – કોલંબો
- 15 સપ્ટેમ્બર – A2 vs B2 – કોલંબો
- 17 સપ્ટેમ્બર – ફાઇનલ – કોલંબો
યજમાનીને લઈને વિવાદ
એશિયા કપની યજમાનીને લઈને ઘણો વિવાદ થયો છે. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી એશિયા કપ પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા હતા. જોકે બાદમાં વચ્ચેનો રસ્તો મળી આવ્યો હતો.
એશિયા કપ હવે હાઈબ્રિડ મોડલ પ્રમાણે રમાઈ રહ્યો છે. જોકે અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મોડલને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું હતું. પરંતુ હોસ્ટિંગ ગુમાવ્યા પછી, પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે સંમત થયું. આ મોડલ હેઠળ ચાર મેચ પાકિસ્તાનમાં યોજાશે, જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાનમાં ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ અને સુપર 4 સ્ટેજની એક મેચ રમવાની છે.