ટોપ ન્યૂઝસ્પોર્ટસ

એશિયા કપઃ ચેમ્પિયન શ્રીલંકા પર કરોડોની ધનવર્ષા, રનરઅપ પાકિસ્તાન પણ માલામાલ; પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને મળ્યા 12 લાખ

Text To Speech

એશિયા કપ 2022ની ફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવી છઠ્ઠી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મેચમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 170/6નો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 145 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના બે ખેલાડી ભાનુકા રાજપક્ષે અને વાનિંદુ હસરંગાએ ફાઈનલમાં કમાલનું પ્રદર્શન બતાવ્યું હતું. રાજપક્ષેએ 45 બોલમાં 71 રનની ઈનિંગ રમી હતી. તો હસરંગાએ માત્ર 21 બોલમાં શાનદાર 36 રન બનાવ્યા હતા. સાથે જ તેને એક ઓવરમાં 3 વિકેટ પણ ઝડપી હતી. આ જીત પછી શ્રીલંકાના ખેલાડીઓ પર એશિયન ક્રિકેટ કાઉન્સિલે પૈસાનો વરસાદ વરસાવ્યો છે.

શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ થઈ માલામાલ
જીત પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલે ચેમ્પિયન શ્રીલંકાને ટ્રોફીની સાથે લગભગ 1 કરોડ 19 લાખ રૂપિયા આપ્યા. જ્યારે રનર અપ પાકિસ્તાનને લગભગ 59.74 લાખ રૂપિયા પ્રાઈઝ મની મળી. તો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ વાનિંદુ હસરંગાને 11.94 લાખ અને પ્લેયર ઓફ ધ મેચ ભાનુકા રાજપક્ષેને 3.98 લાખ રૂપિયા મળ્યા.

હવે નજર કરીએ એશિયા કપ 2022નાં ટોપ બોલર્સ અને બેટ્સમેન પર

એશિયા કપના 5 ટોપ બેટ્સમેન

1) મોહમ્મદ રિઝવાન
મેચઃ
6
રનઃ 281
સરેરાશઃ 56.20
સ્ટ્રાઈક રેટઃ 117.57

2) વિરાટ કોહલી
મેચઃ 5
રનઃ 276
સરેરાશઃ 92
સ્ટ્રાઈક રેટઃ 147.59

3)ઈબ્રાહિમ જદરાન
મેચઃ 5
રનઃ 196
સરેરાશઃ 65.33
સ્ટ્રાઈક રેટઃ 104.25

4) ભાનુકા રાજપક્ષે
મેચઃ 6
રનઃ 191
સરેરાશઃ 47.75
સ્ટ્રાઈક રેટઃ 149.21

5) પથુમ નિસાંકા
મેચઃ 6
રનઃ 173
સરેરાશઃ 34.60
સ્ટ્રાઈક રેટઃ 115.33

એશિયા કપના 5 ટોપ બોલર્સ

1)  ભુવનેશ્વર કુમાર
મેચઃ 5
વિકેટઃ 11
ઈકોનોમીઃ 6.05
બેસ્ટઃ 5/4

2) વાનિંદુ હસરંગા
મેચઃ 6
વિકેટઃ 9
ઈકોનોમીઃ 7.39
બેસ્ટઃ 3/21

3) મોહમ્મદ નવાઝ
મેચઃ 6
વિકેટઃ 8
ઈકોનોમીઃ 5.89
બેસ્ટઃ 3/5

4) શાદાબ ખાન
મેચઃ 6
વિકેટઃ 8
ઈકોનોમીઃ 6.05
બેસ્ટઃ 4/8

5) હારિસ રઉફ
મેચઃ 6
વિકેટઃ 8
ઈકોનોમીઃ 7.65
બેસ્ટઃ 3/29

Back to top button