ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ASIA CUP 2023 : જય શાહે ટીમ ઇન્ડિયાની મેચને લઈને પીસીબીને ચોખ્ખું પરખાવી દીધું; જાણો શું કહ્યું

Text To Speech

નવા વર્ષની શરુઆત થતાં જ ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વર્ષે ભારત વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યો છે, આ સાથે જ આ વર્ષથી એશિયા કપ પણ ODI ફોર્મેટમાં રમાશે, પરંતુ આ વર્ષે એશિયા કપની યજમાનીનો વારો પાકિસ્તાનનો છે, પરંતુ BCCIના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહી દીધુ છે કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહિં જાય અને એશિયા કપ કોઈ તટસ્થ સ્થળે યોજાશે. આ મુદ્દે ઘણી વખત PCB અને BCCI વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે.

આ પણ વાંચો : BCCI ની સમીક્ષા બેઠક યોજાઈ, આ સમાચાર આવ્યા સામે

ACC કેલેન્ડર 2023-24ની જાહેરાત કરવામાં આવી 

જેમાં તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ગુરુવારે ACC કેલેન્ડર 2023-24ની જાહેરાત કરી. જેમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ તેને એકતરફી ગણાવ્યું હતું. આ માટે તેમણે ACC પ્રમુખ જય શાહની પણ ટીકા કરી હતી. ACC એ આનો બદલો લીધો છે. તેમણે કહ્યું છે કે ડિસેમ્બર 2022 ના રોજ પાકિસ્તાન બોર્ડ સહિત તમામ સભ્યો સાથે કેલેન્ડર શેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જો કે, કેટલાક અન્ય સભ્યોએ કેલેન્ડર પર તેમના અભિપ્રાય શેર કર્યા.

નજમ સેઠીએ ઉઠાવ્યા સવાલો 

નજમ સેઠીએ જય શાહના ટ્વીટને રીટ્વીટ કરતા ટોણો માર્યો હતો. તેણે લખ્યું, “એસીસી કેલેન્ડર 2023-24, ખાસ કરીને એશિયા કપ 2023, જેનું આયોજન પાકિસ્તાન કરે છે, એકપક્ષીય રીતે રજૂ કરવા બદલ જય શાહનો આભાર. જ્યારે તમે તેમાં હોવ, ત્યારે તમે અમારું પાકિસ્તાન સુપર લીગ (PSL 2023) કેલેન્ડર પણ રજૂ કરી શકો છો.

ACCએ પોતાના નિવેદનમાં શું કહ્યું?

જવાબમાં ACCએ તેના નિવેદનમાં લખ્યું, “અમે જણાવવા માંગીએ છીએ કે 13 ડિસેમ્બર 2022 ના રોજ યોજાયેલી વિકાસ અને નાણાં અને માર્કેટિંગ સમિતિની બેઠકમાં મંજૂર થયા પછી જ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તે ACCના તમામ સભ્યોને શેર કરવામાં આવ્યું હતું. તમામ સભ્ય દેશોને 22 ડિસેમ્બર 2022ના રોજ ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઘણા સભ્યોએ જવાબમાં તેમના મંતવ્યો પણ મોકલ્યા હતા, પરંતુ PCBએ કેલેન્ડરનો કોઈ જવાબ આપ્યો ન હતો. નજમ સેઠી જો એમ કહે છે કે તેઓને તેની જાણ નથી તો તે પાયાવિહોણી વાતો છે.”

Back to top button