ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Asia Cup 2023 : ભારતને વર્લ્ડકપ અપાવનાર મદન લાલે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું..?

Asia Cup 2023 : પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ 30 ઓગસ્ટથી રમાશે. બીસીસીઆઈએ આ ટુર્નામેન્ટને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. અને સાથે-સાથે BCCIએ 2023 એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે.

ઘણા દિગ્ગજ ખેલાડીઓ છે અસંતુષ્ટ

એશિયા કપ માટે બીસીસીઆઈ દ્વારા પસંદ કરાયેલી 17 સભ્યોની ટીમની પસંદગીથી ઘણા દિગ્ગજ ખેલાડીઓ સંતુષ્ટ નથી. ભારતને વર્લ્ડકપ અપાવનાર દિગ્ગજ ખેલાડી મદલ લાલે પસંદગીકારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઈજાગ્રસ્ત ખેલાડીઓને ટીમમાં જગ્યા આપવામાં આવી રહી છે.

ઐયર-રાહુલના ટીમ સામેલ કરવાને લઈને પણ આપી પ્રતિક્રિયા

આજતક સાથેની વાતમાં પૂર્વ ક્રિકેટર મદન લાલે કહ્યું, ‘મને લાગે છે કે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલની ફિટનેસને લઈને વિશ્વાસમાં નથી. તેને ખબર નથી કે રાહુલ ફિટ છે કે નહીં. તેમણે સ્પષ્ટ કરવું જોઈતું હતું. તેમણે શ્રેયસ અય્યરને તક આપી છે.તેની ફિટનેસ વિશે પણ કંઈ સ્પષ્ટ નથી. તે પ્રોફેશનલ ક્રિકેટ રમ્યો નથી. તેની ફિટનેસ સાબિત કર્યા બાદ તેને તક આપવી જોઈતી હતી. નેટમાં બેટિંગ કરવી અને મેચ રમવી એ બે અલગ બાબતો છે.

Asia Cup 2023-humdekhengenews

યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ ન કરવાના નિર્ણયથી પણ છે નારાજ

આ એશિયા કપની 17 સભ્યોની ટીમની પસંદગીમાં યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં નથી આવ્યો.તેને લઈને પણ યુઝવેન્દ્ર ચહલને બહાર કરવાના નિર્ણયને પણ ખોટો ગણાવ્યો હતો.તેમેણે કહ્યું કે તેણે કહ્યું, ‘યુઝવેન્દ્ર ચહલની ગેરહાજરીથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. તેણે કહ્યું કે ટીમમાં માત્ર એક રિસ્ટ સ્પિનર ​​રહી શકે છે. ચહલ વિકેટ લેનાર અને મેચ વિનર છે.અક્ષર પટેલે છેલ્લા 2-3 વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે, હું તેની ટીકા નથી કરી રહ્યો પરંતુ તે જે કામ કરી રહ્યો છે તે કરવા માટે રવિન્દ્ર જાડેજા પહેલેથી જ ટીમમાં છે.

ટીમ સિલેક્શન પછીની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અજીત અગરકરને તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “રાહુલ ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમે છે. એવી અપેક્ષા છે કે તે પ્રથમ મેચથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રાહુલ અને અય્યર બંને લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતા. અને ફિટ થવા માટે ઘણી મહેનત કરી હતી. રાહુલને ફરીથી ઈજા થવી એ એક નાનો આંચકો છે પરંતુ અમને આશા છે કે બધુ ઠીક થઈ જશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.

2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો : World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચની તારીખને લઈને મોટો ફેરફાર,હવે આ તારીખે રમાશે મેચ

Back to top button