

UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં હાલ ખરાખરીનો રોમાંચ જામી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચને લઈને. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે ક્રિકેટ જગતમાં સૌથી બેસ્ટ મેચ એટલે કે ભારત પાકિસ્તાનની મેચ. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત પાકિસ્તાનની મેચને લઈને ઉત્સાહિત હોય છે. ગ્રુપ Aની મેચમાં પાકિસ્તાનની હોંગકોંગ સામેની જીતથી પણ ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થઈ ગયા હતા. કારણ કે આ જીતથી ભારત-પાકની બીજી વખત ટક્કર થશે.
Getting into the #AsiaCup2022 Super Four groove ???? ????#TeamIndia pic.twitter.com/VMcyG9ywQ5
— BCCI (@BCCI) September 2, 2022
ભારતીય ટીમ પોતાની બંને મેચ જીતીને સુપર-4માં પહોંચી ગઈ હતી. હવે પાકિસ્તાન પણ આ સુપર 4માં પહોંચી ગયું છે. સુપર-4માં દરેક ટીમ અન્ય ત્રણ ટીમો સામે એક મેચ રમશે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નક્કી થઈ ગઈ છે. આ શાનદાર મેચમાં ભારતનો પક્ષ થોડો મજબૂત દેખાઈ રહ્યો છે. આના ઘણા કારણો છે. પહેલી વાત એ છે કે ભારતે અહીં છેલ્લી મેચ જીતી છે.
આ પણ વાંચો : ભાદરવી પૂનમના અંબાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર
આ મેચ 4 સપ્ટેમ્બરે એટલે કે આજે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ પણ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાન સામે 5 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.