ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધાર ભોજશાળામાં આવતીકાલથી ASI સર્વે હાથ ધરાશે, જાણો શું છે વર્ષો જૂનો વિવાદ

Text To Speech

ભોપાલ (મધ્ય પ્રદેશ), 21 માર્ચ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ 22 માર્ચથી મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં સર્વે હાથ ધરશે. હાઈકોર્ટે ASIને સર્વે કરવા આદેશ કર્યો હતો. હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસે તેની અરજીમાં માગણી કરી છે કે મુસ્લિમોને ભોજશાળામાં નમાઝ પઢવાથી રોકવામાં આવે અને હિન્દુઓને નિયમિત પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. સર્વેક્ષણ કરતાં એ બહાર આવી શકે છે કે કયા પ્રકારનાં પ્રતીકો છે. કેવા પ્રકારની સ્થાપત્ય શૈલી છે? આ કેવા પ્રકારનો વારસો છે તે પણ સ્પષ્ટ થશે.

અરજીમાં કઈ માંગણીઓ કરવામાં આવી?

હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ વતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મુસ્લિમોને ભોજશાળામાં નમાઝ પઢવાથી રોકવા અને હિન્દુઓને નિયમિત પૂજા કરવાનો અધિકાર આપવાની માગણી કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં નિર્ણય અનામત રાખ્યો હતો.

હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ વતી એડવોકેટ હરિશંકર જૈન અને એડવોકેટ વિષ્ણુશંકર જૈન હાજર રહ્યા હતા. તેમણે પોતાની દલીલમાં કહ્યું હતું કે ભૂતકાળમાં કરાયેલા સર્વેમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે કે ભોજશાળા વાગદેવીનું મંદિર છે. હિન્દુઓને અહીં પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.  7 એપ્રિલ, 2003ના ASIના આદેશને અનુસરવામાં આવેલી વ્યવસ્થા મુજબ, હિન્દુઓને દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ જગ્યાએ નમાઝ અદા કરવાની છૂટ છે. આ અધિકારો આપવાથી ભોજશાળામાં ધાર્મિક રીતે કોઈ ફેરફાર થશે નહીં.

ભોજશાળાનો વિવાદ સદીઓ જૂનો

ભોજશાળાનો વિવાદ સદીઓ જૂનો છે. વાસ્તવમાં હિન્દુ પક્ષ કહે છે કે આ દેવી સરસ્વતીનું મંદિર છે. સદીઓ પહેલા મુસ્લિમોએ તેની પવિત્રતાનું ઉલ્લંઘન કરીને અહીં મૌલાના કમાલુદ્દીનની કબર બનાવી હતી. આજે પણ અહીં દેવી-દેવતાઓનાં ચિત્રો અને સંસ્કૃતમાં લખેલા શ્લોકો છે. જો કે, ભોજશાળામાં સ્થાપિત વાગદેવીની મૂર્તિને અંગ્રેજો લંડન લઈ ગયા હતા.

આ પણ વાંચો: જ્ઞાનવાપી બાદ હવે ધાર ભોજશાળામાં પણ થશે ASI સર્વે, હાઈકોર્ટની ઈન્દોર બેંચે આપ્યો મોટો આદેશ

Back to top button