અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ધોળકા પોલીસ સ્ટેશનના ASI રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા

Text To Speech
  • કેસની પતાવટ માટે પૈસાની માંગણી કરી હતી
  • ACBએ છટકું ગોઠવી બે આરોપી ઝડપ્યા

ધોળકાઃ ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI કરણસિંહ અમરસિંહ ગોહિલે અસલાલી પોલીસ સ્ટેશનમાં થયેલા કેસની પતાવટ માટે ફરિયાદી પાસે રૂ 2 લાખની માંગણી કરી હતી. તેમની સાથે વીરપુર ગામના માજી સરપંચ ઈશ્વરભાઈ કરસનભાઈ ઠાકોર પણ ઝડપાયા છે.

ફરિયાદીનો ભત્રીજો બાજુના ગામની છોકરીને સાથે ભાગી ગયો હતો. તેથી તેની વિરૂધ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. વીરપુર ગામના માજી સરપંચ અને આગેવાન ઈશ્વરભાઈ અને ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કરણસિંહ વચ્ચે સારા સંબંધો હોવાથી બંને આરોપીઓ સમાધાન કરાવવા અને છોકરીને રજુ કરાવવા કાસિન્દ્રા ઓ.પી. ગયા હતા. ત્યાં તેઓએ છોકરીને રજુ કરી દીધી હતી અને છોકરાને પણ પકડીને રજુ કરવાની જવાબદારી લીધી હતી.

છોકરાને પોકસોના કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં કેસ પતાવટ કરાવી દેવાના બદલે બંને આરોપીઓએ ફરીયાદીને પાંચ થી સાત લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું. પણ અંતે 2 લાખની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. બંને આરોપીઓએ ફરિયાદીને મકાન નં-૧૧૧, રોયલ સેરેનીટી બંગલોઝ, Circuit હાઉસની સામે, ઘોળકા કરણસિંહના મકાનમાં બોલાવ્યા હતા. તે દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણા સ્વીકારતા સમયે ACBએ બંને આરાપીઓને ઝડપી લીધા હતા.

Back to top button