‘અશ્વિનનું અપમાન કરવામાં આવી રહ્યું હતું’ નિવૃત્તિ પર પિતાનો આશ્ચર્યજનક ખુલાસો, જાણો શું કહ્યું
- ઓસ્ટ્રેલિયા પ્રવાસની મધ્યમાં અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું
HD ન્યૂઝ ડેસ્ક, 19 ડિસેમ્બર: રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસની મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. અશ્વિનના આ નિર્ણયની કોઈને અપેક્ષા નહોતી. તેની નિવૃત્તિના સમયને લઈને ઘણા પૂર્વ ક્રિકેટરોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. રવિચંદ્રન અશ્વિનના પરિવારના ઘણા લોકો પણ તેના આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે. અશ્વિન ગુરુવારે ચેન્નાઈ પરત ફર્યો અને તેના પરિવારને મળ્યો હતો. આ દરમિયાન તેના પિતાએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેમના પુત્ર અશ્વિનનું અપમાન કરવામાં આવી રહ્યું હતું, જે તેમના મતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અશ્વિનની અચાનક નિવૃત્તિનું કારણ હોઈ શકે છે. અશ્વિનના પિતાના આ નિવેદનથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઊભા થયા છે.
અશ્વિનના પિતાએ તેમના પુત્રની નિવૃત્તિ અંગે શું કહ્યું?
અશ્વિનના પિતા રવિચંદ્રને તેમના પુત્રની નિવૃત્તિ પર CNN ન્યૂઝ 18ને એક ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેમને પણ તેમના પુત્રની નિવૃત્તિ વિશે છેલ્લી ક્ષણે જ ખબર પડી હતી. તેમણે કહ્યું કે, મને પણ છેલ્લી ઘડીએ ખબર પડી. મને ખબર નહોતી કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. તેણે(અશ્વિન) બસ જાહેરાત કરી દીધી. મેં પણ એનો સંપૂર્ણ આનંદ સાથે સ્વીકાર કર્યો. પરંતુ જે રીતે તેણે નિવૃત્તિની જાહેરાત કરી, એક તરફ હું ખૂબ ખુશ હતો, તો બીજી તરફ હું ખુશ નહોતો કારણ કે તેણે રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું.
અશ્વિનના ન્યૂઝ18ને કહ્યું, ” નિવૃત્તિ લેવી તેની ઈચ્છા છે, હું તેમાં કંઈ કરી શકતો નથી, પરંતુ તેણે જે રીતે આ જાહેર કર્યું, તેના ઘણા કારણો હોઈ શકે છે. તે ફક્ત અશ્વિન જ જાણે છે, કદાચ અપમાનને કારણે.” તેમણે આગળ કહ્યું કે, ‘ પરિવાર માટે આ એક ભાવનાત્મક ક્ષણ છે અને તેમાં કોઈ શંકા નથી, કારણ કે તે 14-15 વર્ષ સુધી મેદાન પર રહ્યો. અચાનક થયેલો આ બદલાવ, નિવૃત્તિએ ખરેખર અમને એક પ્રકારનો આઘાત આપ્યો છે અને અમે આની અપેક્ષા પણ રાખી રહ્યા હતા કારણ કે અપમાન થઈ રહ્યું હતું. ક્યાં સુધી તે આ બધું સહન કરે? કદાચ, તેણે જાતે જ નિર્ણય લઈ લીધો હશે.”
અશ્વિનની કારકિર્દી વિશે જાણો
અશ્વિન 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. તે 2011 ODI વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કામાં રમ્યો હતો પરંતુ તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને વરસાદથી પ્રભાવિત ફાઇનલ મેચમાં.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે અશ્વિનની શ્રેણીની વચ્ચે નિવૃત્તિ લેવા બદલ ટીકા કરી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે, “તે કહી શકે તેમ હતું કે જૂઓ શ્રેણી પૂરી થયા પછી હું ભારતીય ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહીશ નહીં. અર્થ શું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2014-15ની શ્રેણી દરમિયાન ત્રીજી ટેસ્ટ મેચ બાદ આવી જ રીતે નિવૃત્તિ લીધી હતી. આ ટીમમાં એક સભ્યને ઘટાડે છે.